Site icon Revoi.in

અમેરિકામાં વધી રહ્યું છે ભારતીયોનું વર્ચસ્વ, ખુદ અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડને પણ સ્વીકાર્યું

Social Share

નવી દિલ્હી: અમેરિકામાં ભારતીય મૂળના લોકોનો સરકારમાં પ્રભાવ તેમજ દબદબો સતત વધી રહ્યો છે. આ વાત હવે ખુદ અમેરિકાના પ્રમુખ જો બાઇડને પણ સ્વીકારી છે.

જો બાઇડને અમેરિકાના પ્રમુખ તરીકે સત્તા ગ્રહણ કર્યા બાદ તે પછીના દિવસોમાં તેમણે અલગ અલગ હોદ્દાઓ પર 55 જેટલા ભારતીય મૂળના લોકોની નિમણૂંક કરી છે. મંગળ ગ્રહ પર રોવર ઉતારનાર નાસાના વૈજ્ઞાનિકો સાથે વાતચીત દરમિયાન જો બાઇડને કહ્યું હતું કે, ભારતીય મૂળના લોકોનો અમેરિકામાં દબદબો વધી રહ્યો છે.

આ માટે તેમણે નાસાના વૈજ્ઞાનિક સ્વાતિ મોહન, ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને પોતાના ભાષણ લખનાર વિનય રેડ્ડીના નામ આગળ કર્યા હતા.

મહત્વનું છે કે, નાસાએ મંગળ પર ઉતારેલા યાનમાં સ્વાતિ મોહનની મહત્વની ભૂમિકા રહી છે અને બીજી તરફ ઇન્ડિયાસ્પો નામની સંસ્થાએ બાઇડન સરકારના નિર્ણયથી ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે, ભારતીય મૂળના લોકો અમેરિકાની સેવા કરવાના કામોમાં સક્રિય થઇ રહ્યા છે તે જોઇને ખુશી થાય છે.

નોંધનીય છે કે, આ પહેલા બરાક ઓબામાના કાર્યકાળ દરમિયાન પણ ભારતીય મૂળના લોકોની સરકારમાં સૌથી વધારે નિમણૂંકો કરવામાં આવી હતી.

(સંકેત)