Site icon Revoi.in

બુર્જ ખલિફા કરતા બમણા કદનો એસ્ટેરોઇડ પૃથ્વી નજીકથી પસાર થશે, આ રીતે લાઇવ નિહાળી શકશો

Social Share

નવી દિલ્હી: આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે. હકીકતમાં, આજે બુર્જ ખલિફાના કદ કરતાં પણ મોટો એસ્ટેરોઇડ 19 લાખ કિ.મીના અંતરે પૃથ્વીથી પસાર થવાનો છે. 1994 PC1 તરીકે ઓળખ ધરાવતો Asteroid 7482 1.6 કિ.મી પહોળો છે અને NASA દ્વારા તેને Potentially Hazardous Object તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો છે. આ એસ્ટેરોઇડ પર વિવિધ અવકાશ સંસ્થાઓના નિષ્ણાતો વર્ષોથી નજર રાખી રહ્યા છે.

આપને જણાવી દઇએ કે વર્ષ 1994માં ખગોળશાસ્ત્રી આર એચ મેકનૉટ દ્વારા તેની શોધ કરવામાં આવી હતી. આ એસ્ટેરોઇડ તાજેતરના સપ્તાહમાં પૃથ્વી પાસેથી પસાર થનારા ઘણા મોટા એસ્ટેરોઇડ્સમાંથી એક છે. નાસાએ બુધવારે ટ્વિટરના માધ્યમથી તેની માહિતી આપી હતી અને કહ્યું હતું કે, 1994 PC1 પૃથ્વીથી 1.2 મિલિયન માઇલની દૂરીથી પસાર થશે જેથી કોઇ ખતરો નથી.

અમેરિકી અવકાશી સંસ્થા નાસાના વૈજ્ઞાનિકોએ એવી પણ ચેતવણી ઉચ્ચારી છે કે, કેટલાક એવા એસ્ટેરોઇડ છે જે દેખાયા વગર જ પૃથ્વી સુધી પહોંચી શકે છે. આવા એસ્ટેરોઇડ્સ પૃથ્વીને નુકસાન પહોંચાડી શકે છે.

પૃથ્વીથી એસ્ટરોઇડ 1994 PC1 સૌથી નજીક 19 જાન્યુઆરીએ સવારે IST 3.21am હશે. ખગોળશાસ્ત્રીઓએ EarthSky અનુસાર તેની ભ્રમણકક્ષાની ગણતરી કરી છે અને ઓછામાં ઓછા આગામી 200 વર્ષ માટે આ એસ્ટરોઇડ માટે પૃથ્વીથી સૌથી નજીકનું અંતર હશે.