Site icon Revoi.in

વર્ષાન્તે પૃથ્વી સાથે અથડાઇ શકે છે ઉલ્કાપિંડ 2018VP1, પ્રલયની શક્યતા: નાસા

Social Share

વર્ષ 2020 માં કોરોનાની મહામારી ઉપરાંત અનેક કુદરતી આપત્તિઓ આવી રહી છે. આ વચ્ચે હવે ટૂંક સમયમાં પૃથ્વી સાથે ઉલ્કાપિંડ અથડાશે તેવી નાસાએ આગાહી કરી છે. તેના કારણે 40 ટકા જેટલી પ્રલયની શક્યતા છે. આ ઉલ્કાપિંડ ઝડપી ગતિએ પૃથ્વી તરફ આવી રહ્યો છે.  તે 2 નવેમ્બર સુધીમાં પૃથ્વી સાથે અથડાશે. આ ઉલ્કાપિંડનું નામ 2018VP1 છે.

પૃથ્વી સાથે અથડાવવાની શક્યતા 40 ટકા

અંતરિક્ષ એજન્સી નાસા અનુસાર 12.96 દિવસમાં કરાયેલા 21 તારણના આધારે એ નક્કી છે કે પૃથ્વી સાથે ઉલ્કાપિંડના અથડાવવાની શક્યતા 40 ટકા છે. એક સપ્તાહ પહેલા 2020QG નામનો ઉલ્કાપિંડ હિંદ મહાસાગર ઉપર ફક્ત 1830 મીલ દૂરી પર ઉડી ગયો.

વર્ષાન્તે પૃથ્વી સાથે અથડાઇ શકે છે ઉલ્કાપિંડ

કેલિફોર્નિયામાં સ્થિત પાલોમર ઓબ્સર્વૈટરીમાં આ ઉલ્કાપિંડની ઓળખ કરવામાં આવી છે. વર્ષાન્ત સુધી 2018VP1 પૃથ્વી સાથે અથડાઇ શકે છે. આમ તો તેનું કદ નાનું હોવાથી તે ખતરનાક વસ્તુ ગણી શકાય નહીં. ઉલ્કાપિંડ છે જેની પાસે એક કક્ષા ચે જે તેમને પૃથ્વીથી નજીક લઇ જઇ રહ્યો છે.

અગાઉ 2020QG નામનો ઉલ્કાપિંડ થયો હતો પસાર

નાસા નિયમિતપણે ઉલ્કાપિંડની ગતિવિધિઓ પર નજર રાખે છે. 16 ઑગસ્ટે 2020 QG નામનો ઉલ્કાપિંડ પૃથ્વી પાસેથી પસાર થયો હતો તે વાત નાસાએ સ્વીકારી હતી. તેનો વ્યાસ 2.9 એમ અને 6.4 એમની વચ્ચે હતો. જો તે પૃથ્વી સાથે ટકરાત તો મહાપ્રલયની શક્યતા હતી.

મહત્વનું છે કે, કોઇ ઉલ્કાપિંડ પૃથ્વી સાથે અથડાય તે પહેલાં દેખાઇ જાય છે. આ ઉલ્કાપિંડ પૃથ્વી સાથે ના અથડાય તે માટે નાસાની પાસે અનેક ઉપાયો પણ હોય છે. અંતરિક્ષમાં જ કોઇ મોટી વસ્તુ સાથે ઉલ્કાપિંડને અથડાવીને તેનો રસ્તો બદલવામાં આવે છે જેથી કરીને મોટી આપત્તિ કે પ્રલય જેવી સ્થિતિને ટાળી શકાય.

ઉલ્લેખનીય છે કે કોઈ ઉલ્કાપિંડ પૃથ્વી સાથે અથડાય તે પહેલાં દેખાઈ જાય છે. આ અથડામણને રોકવા માટે નાસાની પાસે અનેક ઉપાય હોય છે. અંતરિક્ષમાં જ કોઈ મોટી ચીજ સાથે ઉલ્કાપિડને અથડાવીને તેનો રસ્તો પણ તેઓ બદલી શકે છે.

(સંકેત)