Site icon Revoi.in

નવું વર્ષ લઇને આવી રહ્યું છે ‘મહાઆફત’, હવે આ હીરો જ પૃથ્વીને બચાવશે

Social Share

નવી દિલ્હી: આવતીકાલથી નવું વર્ષ શરૂ થવા જઇ રહ્યું છે ત્યારે જ ઉજવણીનો માહોલ છે અને બીજી તરફ એક માઠા સમાચાર પણ મળી રહ્યા છે. પૃથ્વી તરફ એક મસમોટો એસ્ટેરોઇડ આગળ વધી રહ્યો છે, જે હાલ પૃથ્વીથી લગભગ 1 કરોડ 10 લાખ માઇલ એટલે કે 1 કરોડ 77 લાખ 2 હજાર 784 કિલોમીટર દૂર છે. આ એસ્ટેરોઇડને નષ્ટ કરવા મટે નાસાએ એક સ્પેસક્રાફ્ટને લોંચ કર્યુ હતું.

નાસાનું સ્પેસક્રાફ્ટ હાલ ધરતીથી 20 લાખ મીલ એટલ કે 32 લાખ 18 હજાર 688 કિલોમીટરના અંતરે પહોંચ્યું છે. સ્પેસક્રાફ્ટે DRACO ટેલીસ્કોપ કેમેરાની મદદથી એસ્ટેરોઇડનો ફોટો લઇને ધરતી પર મોકલ્યો છે.

એસ્ટેરોઇડનો ખતરો મંડરાઇ રહ્યો છે અને બીજી તરફ તેને નષ્ટ કરવા માટે નાસાએ સ્પેસક્રાફ્ટ મોકલ્યું છે ત્યારે જો તેને નષ્ટ કરવામાં આ સ્પેસક્રાફ્ટ સફળ રહે છે તો અવકાશ સંરક્ષણ ક્ષેત્રે મોટી ઉપલબ્ધિ માનવામાં આવશે. આ સ્પેસક્રાફ્ટ કોઇ હીરોની જેમ ધરતીને એસ્ટેરોઇડથી બચાવશે.

કેલિફોર્નિયા બેસથી આ સ્પેસક્રાફ્ટને લોંચ કરવામાં આવ્યું હતું. અહીંયા મહત્વની વાત એ છે કે DARTનું આ મિશન સપ્ટેમ્બર 2022માં પૂરું થશે. સ્પેસક્રાફ્ટે બે સપ્તાહ પછી એસ્ટેરોઇડની તસવીર મોકલી છે.

આપને જણાવી દઇએ કે, DART ના આ સ્પેસક્રાફ્ટ 15 હજાર મીલ પ્રતિ કલાક એટલે કે 24 હજાર 140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી એસ્ટરોઇડથી ટકરાશે. જ્યારે આ સ્પેસક્રાફ્ટ એસ્ટરોઇડથી ટકરાશે ત્યારે અમેરિકી સ્પેસ નાસા અને યૂરોપિયન સ્પેસ એજન્સીના વૈજ્ઞાનિક ટેલીસ્કોપની મદદથી તેની તપાસ કરશે કે DART મિશન સફળ થશે કે નહીં.