Site icon Revoi.in

ઇરાકમાં બોમ્બ બ્લાસ્ટ, 11નાં મોત, ઇસ્લામિક સ્ટેટ્સએ જવાબદારી લીધી

Social Share

નવી દિલ્હી: ઇરાકમાં ગુરુવારે જોરદાર બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ બોમ્બ બ્લાસ્ટમા 11 લોકોનાં મોત નિપજ્યા છે. બ્લાસ્ટ થયા બાદ પહેલા તો ઇસ્લામિક સ્ટેટએ હુમલાની જવાબદારી નહોતી સ્વીકારી પરંતુ હવે તેઓએ આ હુમલાની જવાબદારી લીધી છે.

અગાઉ મંગળવારે પણ ઇરાકના બસરામાં વિસ્ફોટ થયો હતો. આ હુમલામાં પણ ચાર લોકો માર્યા ગયા હતા. ઇરાકી સેનાએ બોમ્બ વિસ્ફોટની માહિતી આપી હતી કે આતંકીઓએ એક મોટરસાઇકલમાં બોમ્બ મુક્યો હતો. તેને કારણે પ્રચંડ વિસ્ફોટ થયો હતો.

ન્યૂઝ એજન્સી અનુસાર બસરા શહેરમાં થયેલા જોરદાર બ્લાસ્ટમાં 20 લોકો ઇજાગ્રસ્ત થયા છે. બ્લાસ્ટ બાદ ચારે તરફ ધુમાડાના ગોટેગોટા દેખાય છે. વિસ્ફોટ શહેરના કેન્દ્રમાં અલ-જુમહૌરી હોસ્પિટલની સામે થયો હતો. તે જ સમયે, વિસ્ફોટ બાદ તરત જ, સ્થળને ઘેરી લેવામાં આવ્યું હતું અને ત્યારબાદ ફોરેન્સિક ટીમ આ બ્લાસ્ટ પાછળના કારણની તપાસ કરવા માટે સ્થળ પર પહોંચી હતી.

ઇરાકમાં ઇસ્લામિક સ્ટેટ વિરુદ્વ ચાલી રહેલા અભિયાનનો અમેરિકાના નેતૃત્વમાં અંત આવ્યો છે. હવે અમેરિકી સૈન્ય ઇરાકી સૈન્યને તાલીમ અને સલાહ આપવાની ભૂમિકામાં પરત ફરશે. ઇરાકના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે આ માહિતી આપી હતી.