Site icon Revoi.in

હવે બાળકોને પણ અપાશે કોરોના વેક્સિન, કેનેડાએ Pfizer વેક્સિનને આપી લીલી ઝંડી

Social Share

નવી દિલ્હી: હવે બાળકોને પણ વેક્સિન લગાવવામાં આવશે. હકીકતમાં, કેનેડાના સ્વાસ્થ્ય વિભાગે 12થી 15 વર્ષની ઉંમર ધરાવતા બાળકો માટે ફાઇઝર કંપનીની વેક્સિનને મંજૂરી આપી દીધી છે. કેનેડાના સ્વાસ્થ્ય વિભાગના મુખ્ય સ્વાસ્થ્ય સલાહકાર સુપ્રિયા શર્માએ બુધવારે આ વાતની પુષ્ટિ કરી હતી. આ નિર્ણયથી બાળકોને સામાન્ય જીવન જીવવાની તક સાંપડશે. તેના પહેલા વેક્સિનને 16 વર્ષ કે તેનાથી વધારે ઉંમરના લોકો માટે મંજૂરી આપવામાં આવી હતી.

US ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન પણ આગામી સપ્તાહ સુધીમાં યુવાનો માટે ફાઇઝરની વેક્સિનને પણ મંજૂરી આપી શકે છે. આગામી વર્ષે સ્કૂલ ખુલે તે પહેલા અનેક લોકોને વેક્સિનનો ડોઝ આપવાની તૈયારી છે. આ વેક્સિનને પહેલેથી જ 16 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકો માટે મંજૂરી આપવામાં આવી હતી. આ વેક્સિને યુવાનોને પણ સુરક્ષા પ્રદાન કરી હતી.

ફાઈઝરે ગત માર્ચ મહિનામાં જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે 12થી 15 વર્ષની ઉંમર ધરાવતા 2260 વોલેન્ટિયર્સને વેક્સિન આપવામાં આવી હતી. 18 વર્ષની ઉંમરના લોકોની સરખામણીએ 12થી 15 વર્ષની ઉંમરના જે લોકોને વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો હતો તેમાં કોરોનાનો એક પણ કેસ નહોતો નોંધાયો. સુપ્રિયા શર્માએ જણાવ્યું કે, પુરાવા પ્રમાણે આ એજ ગ્રુપવાળાઓ માટે વેક્સિન સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ કેનેડામાં બાળકો માટે મંજૂરી મેળવનારી પહેલી વેક્સિન છે.

(સંકેત)

Exit mobile version