Site icon Revoi.in

ચીને અંતે કબૂલ્યું: ગલવાનની હિંસક અથડામણમાં ચીની સૈનિકો પણ માર્યા ગયા હતા

Social Share

બીજિંગ: ભારત-ચીન વચ્ચે હવે તણાવ ઓછો થઇ રહ્યો છે ત્યારે ચીને પ્રથમવાર માન્યું છે કે ગલવાનમાં થયેલી હિંસક અથડામણમાં તેના સૈનિકો માર્યા ગયા હતા.

LAC પર ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં જોવા મળેલી કડવાશ હવે ધીરે ધીરે ઓછી થઇ રહી છે. ઓછા થઇ રહેલા તણાવ વચ્ચે ચીને પહેલી વાર કબૂલાત કરી છે કે ગલવાનમાં તેના સૈનિકો માર્યા ગયા હતા. ચીને ગત વર્ષ જૂનમાં થયેલી હિંસક અથડામણમાં માર્યા ગયેલા 4 સૈનિકોની જાણકારી શેર કરી છે. આ લોહિયાળ અથડામણમાં ભારતના પણ 20 જવાન શહીદ થયા હતા.

ગ્લોબલ ટાઇમ્સ અનુસાર ચીનના કેન્દ્રીય સૈન્ય આયોગે કારાકોરમ પર્વત પર તૈનાત રહેલા 5 ચીની સૈનિકોના બલિદાનને યાદ કર્યું છે. પીએલએ શિનજિયાંગ મિલિટ્રી કમાન્ડના રેજિમેન્ટ કમાન્ડર ક્યૂઇ ફબાઓ, ચેન હોંગુન, જિયાનગોન્ગ, જિયો સિયુઆન તેમજ વાંગ જૂઓન. જેમાં ચારના મોત ગલવાનની લોહિયાળ અથડામણમાં થયા. બાકી એકનું મોત રેસ્ક્યૂ સમયે નદીમાં વહેવાથી થયું હતું.

જો કે ચીને જે કબૂલાત કરી છે તેમાં માર્યા ગયેલા સૈનિકોના આંકડા ઓછા ગણાવી રહ્યું છે. ગત દિવસોમાં નોર્ધન કમાન્ડના ચીફ લેફ્ટનન્ટ જનરલ વાઇ કે જોશીએ જણાવ્યું હતું કે ગલવાનની અથડામણ બાદ 50 ચીની સૈનિકોને વાહનો મારફતે લઇ જવાયા હતા. આ ગલવાનામાં ચીની સેનાના ઘણા લોકો માર્યા ગયા હતા.

(સંકેત)