Site icon Revoi.in

ભારતની ચેતવણી સામે યુકે ઝુક્યું, હવે કોવિશીલ્ડને આપી માન્યતા

Social Share

નવી દિલ્હી: અનેક દેશોમાં કોવિશિલ્ડને માન્યતા મળી હોવા છતાં યુકેએ કોવિશિલ્ડને અત્યારસુધી માન્યતા નહોતી આપી જેને કારણે ભારતે પણ યુકેના આ નિર્ણયને દુર્ભાવનાપૂર્ણ ગણાવ્યો હતો પરંતુ પોતાની વેક્સિન પોલિસીથી ઘેરાયેલા યુકેએ આખરે મોટો ફેરફાર કરવો પડ્યો. યુકેએ હવે ભારતમાં નિર્મિત કોવિશિલ્ડને સ્વીકૃત રસી માની લીધી છે. જેને લઇને નવી ટ્રાવેલ ગાઇડલાઇન પણ બહાર પાડવામાં આવી છે. જો કે હાલમાં તેમાં વધુ ફેરફાર આવશે નહીં.

જો કે યુકે સરકારની ગાઇડલાઇનમાં એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, જો કોઇ ભારતીય કોવિશીલ્ડની કોરોના વેક્સિન લીધી છે અને તે યુકે જશે તો તેણે હજુ પણ ક્વોરેન્ટાઇન રહેવું પડશે, આવું કેમ? જેના જવાબમાં યુકે સરકારે કહ્યું કે, હાલ કોઇ સર્ટિફિકેશન મામલો અટવાયેલો છે.

યુકેની નવી ટ્રાવેલ એડવાઇઝરી 4 ઑક્ટોબરથી લાગુ થશે. પહેલા જે એડવાઇઝરી બહાર પાડવામાં આવી હતી તેમાં કોવિશીલ્ડને માન્યતા નહોતી અપાઇ. પરંતુ તેની બાદ ખૂબ જ વિવાદ થતા હવે નવી એડવાઇઝરીમાં કોવિશીલ્ડનું નામ પણ જોડવામાં આવ્યું છે. નવી એડવાઇઝરી અનુસાર ચાર લિસ્ટેડ વેક્સિનના ફોર્મ્યુલેશન જેમાં એસ્ટ્રાજેનેકા, કોવિશીલ્ડ, એસ્ટ્રાજેનેકા વેક્સજેવરિયા, મોર્ડર્ના ટાકેડાને વેક્સિન તરીકે માન્યતા આપવામાં આવે છે.

અગાઉના આદેશમાં જે જાહેરાત કરી હતી તે હજુ પણ યથાવત છે. જેમાં કહેવાયું હતું કે યુકે,યુરોપ, અમેરિકાના વેક્સીન પ્રોગ્રામમાં જે રસી લેવાઈ હશે તેને જ ‘ફૂલ્લી વેક્સીનેટેડ’ માનવામાં આવશે.

એડવાઇઝરીમાં વધુમાં કહેવાયું છે કે, ઑક્સફોર્ડ/એસ્ટ્રાજેનેકા, ફાઇઝર બાયોએનટેક, મોડર્ના અને જેનસેન રસીને માન્યતા અપાઇ છે. આ વેક્સિન ઓસ્ટ્રેલિયા, એન્ટીગુઆ અને બાર્મુડા, બાર્બાડોસ, બ્રુનેઇ, બહેરિન, કેનેડા, ડોમિનિકા, ઇઝરાયેલ, જાપાન, કુવૈત, મલેશિયા, ન્યૂઝીલેન્ડ, કતાર, સાઉદી અરબ, સિંગાપુર, દક્ષિણ કોરિયાના કોઇ પ્રાસંગિક જાહેર સ્વાસ્થ્ય શાખામાંથી લાગેલી હોવી જોઇએ.

Exit mobile version