Site icon Revoi.in

ઉત્તરપ્રદેશના સહારનપુરમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ

Social Share

લખનૌઃ દેશમાં ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ કરવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન ઉત્તરપ્રદેશના સહારનપુરમાંથી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થતા ખળભળાટ મચી ગયો છે. પંજાબ પોલીસના આપરેશનમાં ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે.

પ્રાથમિક માહિતી અનુસાર પંજાબ પોલીસે ચોક્કસ બાતમીના આધારે સહારનપુરમાં એક ગોડાઉનમાં દરોડા પાડ્યાં હતા. દરોડા દરમિયાન મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. ગોડાઉનમાંથી ડ્રગ્સની 7 લાખ જેટલી કેપસ્યુલ મળી આવી હતી.

સહારનપુરના ગોડાઉનમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. તેમજ આ પ્રકરણમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે કવાયત શરૂ કરી છે.

(PHOTO-FILE)