Site icon Revoi.in

વિશ્વની 5 મહાશક્તિઓએ પરમાણુ હથિયારોને લઇને જારી કર્યું આ મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું?

Social Share

નવી દિલ્હી: આજના સમયમાં જો યુદ્વ થાય તો સૌથી વધુ પરમાણુ હથિયારોથી જ વિનાશ થાય અને તેના ભયંકર દૂરોગામી પરિણામો આવી શકે છે ત્યારે યુરોપ અને એશિયા વચ્ચે ચાલી રહેલા સાંપ્રત તણાવ વચ્ચે P5 તરીકે ઓળખાતી પાંચ મહાશક્તિઓએ પોતાના પરમાણુ હથિયારોને લઇને સંયુક્તપણે મોટી જાહેરાત કરી છે. આ દેશોએ કહ્યું કે, તેમના પરમાણુ હથિયાર એકબીજાને નિશાન બનાવવા માટે નથી. પરમાણુ હથિયારો ધરાવતા દેશો એકબીજા સાથે કોઇપણ યુદ્વથી બચવા તેમજ વ્યૂહાત્મક જોખમોને ઓછા કરવાને પોતાની જવાબદારી માને છે.

અમેરિકા, ચીન, રશિયા, ફ્રાંસ અને બ્રિટને આ નિવેદન બહાર પાડ્યું છે. રશિયા અને અમેરિકાએ પોતાની વેબસાઇટ પર નિવેદન જારી કરતા કહ્યું કે, અમે પરમાણુ હથિયારોના અનધિકૃત કે અનપેક્ષિત ઉપયોગને રોકવા માટે પોતાના રાષ્ટ્રીય ઉપાયોને જાળવી રાખવા તેમજ વધુ મજબૂત કરવાનો ઇરાદો રાખીએ છીએ.

પાંચ દેશોએ પરમાણુ હથિયારોના ઉપયોગ અંગેના પોતાના નિવેદનને ફરીથી દોહરાવતા કહ્યું કે, અમે અમારા પરમાણુ હથિયારોના નિશાના અંગેના સ્ટેટમેન્ટ્સની માન્યતાનું પુનરાવર્તન કરીએ છીએ. તેમણે કહ્યું કે, અમે પુષ્ટિ કરીએ છીએ કે, અમારું કોઇપણ પરમાણુ હથિયાર એકબીજા પર કે કોઇ અન્ય પર ટાર્ગેટેડ નથી. અમે પુષ્ટિ કરીએ છીએ કે, પરમાણુ યુદ્વને જીતવું શક્ય નથી અને તે ક્યારેય લડવું જોઇએ નહીં.

તે ઉપરાંત પાંચ દેશોએ ઉમેર્યું કે, કેમકે પરમાણુ હથિયારોના ઉપયોગના દૂરોગામી પરિણામ હશે, એટલે અમે તેનો ઉપયોગ રક્ષણાત્મક ઉદ્દેશ્યોની પૂર્તિ માટે જ કરીશું. તેનાથી અમે આક્રમકતાને રોકીશું અને યુદ્ધને ટાળવા માટે તેનો ઉપયોગ કરીશું. અમે દ્રઢતાથી માનીએ છીએ કે, આ પ્રકારના હથિયારોના વધુ પ્રસારને રોકવું જોઈશે. પાંચ રાષ્ટ્રોએ પરમાણુ અપ્રસાર સંધિ અંતર્ગત જવાબદારીઓ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી.