Site icon Revoi.in

કોરોનાના કહેર વચ્ચે 30 સપ્ટેમ્બર સુધી નહીં ઉડે આતંરરાષ્ટ્રીય વિમાન – પ્રતિબંધ યથાવત

Social Share

સમગ્ર વિશ્વામાં હજુ કોરોનાએ અટકવાનું નામ નથી લીધુ , ત્યારે કોરોના કાળ વચ્ચે આંતરરાષ્ટ્રીય  વિમાન સેવાઓ પર પ્રતિંબધ લગાવવામાં આવ્યો હતો, જે સપ્ટેમ્બર મહિનાની શરુઆતમાં શરુ કરવાની વાત કરવામાં આવી હતી, પરંતુ કોરોના કહેરને ધ્યાનમાં લઈને આ પ્રતિબંધ હાલ પણ યથાવત રાખવામાં આવ્યો છે, આવનારી 30 સપ્ટેમ્બર સુધી આતંરરાષ્ચટ્રીય વિમાન સેવાને લંબાવવામાં આવી છે.

આ સમગ્ર બાબતે કેન્દ્ર સરકાર દ્વારા ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ અને વીઝા માટેના આદેશ જારી કર્યા છે.આ નવા નિયમો પ્માણે 30 સપ્ટેમ્બર રાત્રીના 11.59 વાગ્યા સુધી ઈન્ટરનેશનલ કમર્શિયલ પેસેન્જર ફ્લાઈટ્સની સેવા બંધ કરવામાં આવી છે. DGCAએ આ સમગ્ર માહિતી ટ્વિટર પર ટ્વીટ કરીને આપી છે. કાર્ગો ફ્લાઈટ્સ તેમજ DGCA દ્વારા સ્પેશિયલ ફ્લાઈટ્સ પર પ્રતિબંધના આ નિયમો લાગુ રહેશે નહીં. ઉલ્લેખનીય છે કે, જો કે, હાલ વંદે ભારત મિશન અંતર્ગત કેટલાક રૂટો પર ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સનું સંચાલન ચાલુ છે.

દુનિયાભરના તમામ દેશોમાં ભારત પણ કોરોનાના કહેર સામે ઝઝુમી રહ્યો છે, હાલ દેશમાં કોરોનાના કુલ કેસ 36 લાખને પાર પહોંચ્યા છે, જો કે 27 લાખથી પણ વધુ લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે, વિતેલા દિવસે સોમવારના રોજ દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 78512 કેસ નવા નોંધાયા છે, ત્યારે આ કોરોનાના વધતા જતા કેસને લઈને સાવચેતીના રુપે આતરરાષ્ટ્રીય ફ્લાઈટ સેવા પર પ્રતિબંધ યથાવત રાખવાનો નિર્ણય લેવાયો છે.

સાહીન-