Site icon Revoi.in

કાબુલથી ભારતીયોને પરત લાવવા માટે રવાના થયું ગ્લોબમાસ્ટર

Social Share

નવી દિલ્હી: તાલિબાને કાબુલ પર કબજો કરી લીધા બાદ અહીંયા સ્થિતિ તણાવપૂર્ણ બની છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનના ખોફ અને હાહાકારથી ડરેલા અફઘાન નાગરિકો હવે અફઘાનિસ્તાન છોડીને ભાગી રહ્યા છે. આવામાં અહીંયા ફસાયેલા ભારતીયોને પરત દેશ લાવવા માટે સરકારે કામગીરી શરૂ કરી છે. જો કે સુરક્ષાના કારણોસર સરકારે ભારતીયોની સંખ્યા દર્શાવી નથી. તેમને પરત લાવવા માટે વાયુસેનાના બે C-17 ગ્લોબમાસ્ટર વિમાન લગાવ્યા છે. જેમાં એકે રવિવારે રાત્રે ટેક ઑફ કર્યું અને કાબુલમાંથી ભારતીયોને લઇને તે સોમવારે પરત આવ્યું. આ પછી બીજુ વિમાન કાબુલથી 130 લોકોને લઇને મંગળવારે સવારે ઉડ્યું. સૂત્રોનુસાર આ બંને વિમાનો કાબુલના ચક્કર લગાવશે.

સરકાર ભારતીય નાગરિકોના સંપર્કમાં છે. આ સિવાય અફઘાન શીખ અને હિંદુ સમુદાયના પ્રતિનિધિઓનો પણ સરકાર સંપર્ક કરી રહી છે. જે લોકો અફઘાનિસ્તાન છોડવા માગે છે, તેમને ભારત લાવવામાં અમે મદદ કરીશું.

વિદેશમાં જ્યારે પણ ભારતીય સંકટમાં ફસાય છે, વાયુસેના તેમની મદદ માટે પહોંચી જાય છે. એમાં પછી કોરોનાનું સંક્ટ હોય કે, ઓપરેશન રાહત.. ભારતીય વાયુસેનાએ ફસાયેલા નાગરિકોને બહાર કાઢ્યા છે. નેપાળમાં ‘ઓપરેશન મૈત્રી’, બેલ્જિયમમાં થયેલી ફિદાયીન હુમલામાં ભારતીયોને બહાર કાઢ્યા, લીબિયાઈમાંથી નાગરિકોને બચાવાયા હતા, આ રીતે ભારતીય વાયુસેના દ્વારા કપરી પરિસ્થિતિમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટેના સફળ પ્રયાસ કરવામાં આવ્યા છે.