Site icon Revoi.in

ઇઝરાયલે કર્યું એવું કારનામું કે લોકો ચોંકી ગયા, જાણો શું કર્યું

Social Share

નવી દિલ્હી: વિશ્વમાં ડ્રોન ટેક્નોલોજીના મામલે ઇઝરાયેલ અવ્વલ છે. ઇઝરાયલ પોતાની ડ્રોનની વિશિષ્ટતાઓને જ કારણે હંમેશા ચર્ચામા રહે છે. ઇઝરાયલ અનેક દેશોનો ડ્રોનની નિકાસ પણ કરે છે. હવે ફરીથી ઇઝરાયલે ડ્રોનથી હેરતઅંગેજ કારનામું કરી બતાવ્યું છે.

કેટલાક દેશોમાં હજુ ડ્રોનથી ચીજવસ્તુઓની ડિલિવરી કરવાની યોજનાઓ ચાલી રહી છે ત્યારે આ વચ્ચે ઇઝરાયેલે તેનો અમલ પણ શરૂ કરી દીધો છે. ઇઝરાયેલના તેલ અવીવ શહેરમાં ડઝનબંધ ડ્રોન દ્વારા સમગ્ર શહેરમાં આઇસક્રીમ તેમજ બીયરની ડિલિવરી કરવામાં આવી છે.

ઈઝરાયેલે ડ્રોન કંપનીઓની ક્ષમતાઓનો ઉપયોગ કરવા માટે એક રાષ્ટ્રવ્યાપી નેટવર્ક સ્થાપવાનુ નક્કી કર્યુ છે. જેનો ઉદ્દેશ ગ્રાહક સામાનનો ઓર્ડર કરે અને તેને ઓર્ડરની જગ્યાએ ડ્રોન વડે પહોંચાડવાનો છે. આ યોજનાને આઠ તબક્કામાં અમલમાં મુકવાની છે અને આ યોજનાનો ત્રીજો તબક્કો છે. જોકે તેની સામે સુરક્ષા અને બીજા સવાલો હજી ઉભા છે.

આ વર્ષના પ્રારંભમાં 700 વખત ડ્રોન પરિક્ષણ કરવામાં આવ્યા હતા અને હવે 9000 ટ્રાયલ પણ લેવાઇ ચૂકી છે. આ પહેલમાં 16 કંપનીઓ સામેલ હતી તેવું ઇઝરાયેલ ઇનોવેશન ઓથોરિટીએ કહ્યું હતું.

આપને જણાવી દઇએ કે, લશ્કરી હેતુઓને પાર પાડવા માટે પણ ઇઝરાયલમાં વ્યાપકપણે ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે. અઝર બૈજાન અને આર્મેનિયા વચ્ચેના સંઘર્ષમાં પણ ઇઝરાયલ નિર્મિત ડ્રોનથી ખૂબ જ મદદ મળી હતી.