Site icon Revoi.in

ભારતના આ સંવેદનશીલ નિર્ણયથી ઇંગ્લેન્ડના બેટ્સમેન કેવિન પીટરસન થયા ભાવુક, પીએમ મોદીનો આભાર માન્યો

Social Share

નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકાથી કોવિડનો નવો વેરિએન્ટ ઓમિક્રોન મળ્યા બાદ સમગ્ર વિશ્વમાં હડકંપ મચી ગયો છે. દક્ષિણ આફ્રિકામાં તેની અસર વધી રહી છે ત્યારે આ વચ્ચે ભારતે માનવતા દર્શાવતા દક્ષિણ આફ્રિકાની મદદ કરવાની જાહેરાત કરી છે અને વેક્સિન આપવાની વાત કરી છે. ભારતના આ સંવેદનશીલ નિર્ણય પર ઇંગ્લેન્ડના પૂર્વ બેટ્સમેન કેવિન પીટરસન ભાવવિભોર થયા છે.

ઇંગ્લેન્ડના બેટ્સમેન કેવિન પીટરસને ભારતના આ નિર્ણયની ભરપૂર પ્રશંસા કરી છે અને પીએમ મોદીનો પણ આભાર વ્યક્ત કર્યો છે. કેવિન પીટરસને ભાવવિભોર થતા કહ્યું કે, ભારતે ફરી એકવાર સંવેદનાનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે. સૌથી ઉત્તમ દેશ, જ્યાં ઉષ્માભર્યા હૃદયવાળા લોકો વસવાટ કરે છે. આભાર નરેન્દ્ર મોદી.

ભારત સરકાર દ્વારા એવી જાહેરાત કરાઇ છે કે જ્યાં આફ્રિકી દેશોમાં ઘાતક ઓમિક્રોન વેરિએન્ટે દેખા દીધી છે ત્યારં મેડ ઇન ઇન્ડિયા વેક્સિન સપ્લાય કરવામાં આવશે. વેક્સિનની સપ્લાય દ્વિપક્ષીય સંબંધોના આધારે કે કોવેક્સના આધારે કરવામાં આવી શકે છે.

ઇંગ્લેન્ડ માટે ક્રિકેટ રમનારા કેવિન પીટરસનનો જન્મ સાઉથ આફ્રિકામાં થયો હતો. પીટરસન નિવૃત્તિ બાદ અનેકવાર ભારતની મુલાકાતે આવતા રહે છે. તે ઉપરાંત કેવિન પીટરસન અસમમાં Rhinos માટે પણ કાર્યરત છે.