Site icon Revoi.in

લોભને થોભ ના હોય! 23 કરોડની વીમા રકમ મેળવવા એક વ્યક્તિએ પોતાના બે પગ ઇરાદાપૂર્વક કપાવી નાંખ્યા અને પછી….

Social Share

નવી દિલ્હી: એવું કહેવાય છે કે લોભને થોભ ના હોય. આ કહેવત અહીંયા આ કિસ્સા પરથી સાર્થક સાબિત થાય છે. હકીકતમાં, વાત એમ છે કે એક અતિ લોભી વ્યક્તિએ ઇન્સ્યોરન્સની તગડી રકમ મેળવવા માટે એક એવું કાવતરું ઘડ્યું કે તમે પણ ચોંકી જશો.

યુરોપના હંગેરીના એક રહેવાસીએ ઇન્સ્યોરન્સની 2.4 મિલિયન યુરો એટલે કે 23 કરોડ રૂપિયાની તગડી રકમ મેળવવા માટે ઇરાદાપૂર્વક ટ્રેન નીચે આવી જઇને પોતાના બે પગ કપાવી નાંખ્યા હતા. જો કે તેને વીમાની રકમ મળી નથી.

વર્ષ 2014માં આ ઘટના ઘટી હતી. 54 વર્ષીય સેન્ડરે પોતાના બંને પગ ગુમાવી દીધા હતા, તેણે 14 વીમા પોલિસી લીધી હતી અને પગ કપાઇ ગયા બાદ તેણે વીમાની રકમ મેળવવા માટે વીમા કંપનીઓને સંપર્ક કર્યો હતો. જો કે અહીંયા તેની આ કરતૂતની પોલ ખુલી ગઇ હતી અને તેણે આ કૃત્ય ઇરાદાપૂરર્વક કર્યું હોવાનું બહાર આવ્યું હતું.

કારણકે તેના પગ કપાયા તે પહેલા જ તેણે વીમા કંપનીઓની પોલીસી લીધી હોવાથી કંપનીઓને શંકા ગઈ હતી.તેમણે વળતર ચુકવવામાં મોડુ કર્યુ હતુ અને તેનાથી નારાજ થઈને સેન્ડરે કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.

જો કે સેન્ડરે પોતાનો બચાવ કરતા એવી દલીલો પણ કરી હતી કે કાચના ટુકડા પર તેનો પગ પડ્યો અને તે ટ્રેનના પાટા પર પડ્યો હતો. જેમાં તેના બંને પગ કપાઇ ગયા હતા. વીમા કંપનીઓએ જો કે સામે દલીલ કરી હતી જેને કોર્ટે તર્કપૂર્ણ માનીને માન્ય રાખી હતી. આમ સેન્ડર માટે પોતાના જ પગ પર કુહાડી મારવા જેવો ઘાટ સર્જાયો હતો.