Site icon Revoi.in

લાચાર અમેરિકા, મોસ્ટ વોન્ટેડ આતંકી ખલીલને પકડવામાં અસમર્થ રહી અમેરિકી સેના

Social Share

નવી દિલ્હી: અમેરિકા માટે મોસ્ટ વોન્ટેડ આતંકવાદી ખલીલ હક્કાની કાબુલમાં ખુલ્લેઆમ ફરી રહ્યો હતો અને સૂત્રોચ્ચાર કરી રહ્યો હતો તેમ છતાં અમેરિકાની શક્તિશાળી સેના તેની પકડી શકી નહોતી.

મોસ્ટ વોન્ટેડ આતંકી ખલીલ હક્કાની યુએસ આર્મીથી માત્ર 8 કિલોમીટર દૂર કાબુલમાં ખુલ્લેઆમ સૂત્રોચ્ચાર કરી રહ્યો હતો. વિશ્વની સૌથી શક્તિશાળી સેના કાબુલ એરપોર્ટ પર લાચારી સાથે ઉભી હતી. આપને જણાવી દઇએ કે અમેરિકાએ હક્કાની નેટવર્ક સાથે સંકળાયેલા ખલીલના માથા પર 10 વર્ષ માટે 37.15 કરોડનું ઇનામ જાહેર કર્યું છે.

અમેરિકી સૈનિકો કાબુલમાં હોવા છતાં ખલીલીની ધરપકડ કરવામાં અસમર્થ રહ્યાં તેને અમેરિકાની લાચારી તરીકે જોવામાં આવી રહ્યું છે.

કાબુલની સૌથી મોટી મસ્જિદના ઇમામ સાથે ખલીલે વાતચીત કરી હતી. આ પછી તે લોકોની વચ્ચે આવ્યો અને કાબુલના રસ્તાઓ પર સૂત્રો-એ-તકબીર નારા લગાવ્યા, લોકોને પણ આવું કરવા માટે ઉશ્કેર્યા, એવું માનવામાં આવી રહ્યું છે કે, તે કાહાદુરમાં જેહાદી મુજાહિદ્દીન નેતા ગુલબુદ્દીન હેકમતિયારને પણ મળ્યો હતો. ખલીલને 9 ફેબ્રુઆરી, 2011ના રોજ ઓર્ડર જારી કરીને અમેરિકાએ વિશેષ દરજ્જાઓ વૈશ્વિક આતંકી જાહેર કર્યો હતો.

ખલીલ સાથે તાલિબાન ટુકડીના સૈનિકો પણ હાજર રહ્યા હતા. આ સૈનિકો હેલ્મેટ, નાઇટ વિઝન ગોગલ્સ અને વ્યાવસાયિક સૈનિકોની એસેસરીઝ પહેરેલા જોવા મળ્યા હતા. ખલીલ પોતે અમેરિકન બનાવટની એસોલ્ટ રાઇફલ લઇ રહ્યો હતો.

નોંધનીય છે કે, રિવોર્ડ ફોર જસ્ટિસ નામના મિશન હેઠળ, યુએસ દ્વારા તેને વૈશ્વિક આતંકી જાહેર કરવામાં આવ્યો હતો અને યુએસ દ્વારા તેના ર 5 મિલિયન ડૉલરનું ઇનામ રાખવામાં આવ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રએ પણ તેને વૈશ્વિક આતંકી જાહેર કર્યો હતો.