Site icon Revoi.in

હવે અંતરિક્ષ સ્ટેશનમાંથી મળેલા બેક્ટેરિયાનું નામ ભારતીય વૈજ્ઞાનિકના નામ પરથી રખાશે

Social Share

નવી દિલ્હી: નાસાના જેટ પ્રોપલશન લેબના બે સંશોધકોએ એક મોટી જાહેરાત કરી છે. હકીકતમાં, આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનમાંથી એકત્રિત કરવામાં આવેલા નમૂનાના બેક્ટેરિયાના એક નવી પ્રજાતિ મળી આવી છે. એક અનુમાન અનુસાર નવા બેક્ટેરિયાની આ પ્રજાતિ અંતરિક્ષ મિશનમાં આપણી ખૂબ મદદ કરી શકે છે. જો કે, આ બેક્ટેરિયા મનુષ્યને કેટલી મદદ કરી શકશે તે તો સમય જતા જ ખબર પડશે.

નાસા સાથે કામ કરી રહેલા હૈદરાબાદ યુનિવર્સિટીના સંશોધક કસ્તૂરી વેંકટેશ્વરન અને નીતિન કુમાર સિંહ જણાવ્યું કે, તેમને નમૂનાઓમાંથી કુલ  બેક્ટેરિયા મળી આવ્યા છે. આ બેક્ટેરિયા Methylobacteriaceae સાથે સંબંધ ધરાવે છે. આ ચારેય બેક્ટેરિયામાંથી એક બેક્ટેરિયાને પહેલા શોધી લેવામાં આવેલા જ્યારે બાકીના 3 બેક્ટેરિયા તદ્દન નવા છે.

બંને સંશોધકો અનુસાર આ નવા બેક્ટેરિયાનું નામ ભારતના જૈવ વિવિધતા વૈજ્ઞાનિક ડૉ. અજમલ ખાનના નામ પરથી Methylorubrum ajmalii રાખવા વાત ચાલી રહી છે.

નોંધનીય છે કે, અંતરિક્ષ સ્ટેશનમાંથી મળેલા આ નવા બેક્ટેરિયા છોડના વિકાસની સાથે સાથે છોડને રોગ સામે લડવાની ક્ષમતા પણ પ્રદાન કરે છે. સંશોધકોના કહેવા પ્રમાણે આ બેક્ટેરિયા અંતરિક્ષમાં પાક ઉગાડવા પણ મદદરૂપ થઈ શકે છે.

(સંકેત)