Site icon Revoi.in

બિલ ગેટ્સ અમેરિકાના સૌથી મોટા ખેડૂત બન્યા, 2.42 લાખ એકર જમીન ખરીદી

Social Share

વોશિંગ્ટન: ભારતમાં ખેડૂતો હાલમાં જે આંદોલન કરી રહ્યા છે તેનું પાછળનું એક કારણ એ છે કે તેઓને એ ડર સતાવી રહ્યો છે કે ઉદ્યોગપતિઓ તેમની જમીનો હડપી લેશે અથવા ખરીદી લેશે અને તે લોકોને રોવાનો વારો આવશે.

બીજી તરફ અમેરિકામાં માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સે મોટા પાયે ખેતીની જમીન ખરીદી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બિલ ગેટ્સ હવે અમેરિકાના 18 રાજ્યોમાં કુલ 2.42 લાખ એકર જમીનના માલિક થઇ ગયા છે. બિલ ગેટ્સ અમેરિકામાં આટલી જમીન ધરાવતા પહેલા પ્રાઇવેટ ઓનર બન્યા છે.

આ પૈકી બિલ ગેટ્સે એરિઝોન રાજ્યમાં પણ જમીન ખરીદી છે. આ જમીન પર એક સ્માર્ટ સિટી બનાવવાની પણ યોજના છે. જો કે એ સિવાય આટલા મોટા પાયે જમીન ખરીદવા પાછળ ગેટ્સની શું ભાવિ યોજના છે તેની જાણકારી હજુ સામે આવી નથી.

નોંધનીય છે કે, આ પહેલા 2018માં ગેટસે પોતાના ગૃહ રાજ્ય વોશિંગ્ટનમાં 16000 એકર જમીન લીધી હતી.આ જમીન માટે તેમણે 1251 કરોડ રુપિયા ચુકવ્યા હતા.એવુ મનાય છે કે, ગેટસે ઈન્વેસ્ટમેન્ટ માટે આટલી જમીન ખરીદી હોય તેવી શક્યતા છે.

(સંકેત)