Site icon Revoi.in

અવકાશ છોડો હજુ તો પૃથ્વી પર ઘણુ કામ કરવાની આવશ્યકતા છે, બિલ ગેટ્સનો એલન મસ્ક અને જેફ બેઝોસ પર કટાક્ષ

Social Share

નવી દિલ્હી: તાજેતરમાં વિશ્વના સૌથી ધનિક લોકો પૈકીના બે એલન મસ્ક અને જેફ બેઝોસ સ્પેસ યાત્રા પર ગયા હતા ત્યારે હવે માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટસે તેઓ પર કટાક્ષ કર્યો છે.

બિલ ગેટ્સને એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ અને ટેસ્લાના સ્થાપક એલન મસ્કની અવકાશયાત્રા પર સવાલ પૂછવામાં આવ્યો હતો. ઇન્ટરવ્યૂ લેનારે બિલ ગેટ્સને પૂછ્યું હતું કે, કેટલાક અબજોપતિઓ સ્પેસ યાત્રામાં રસ દેખાડી રહ્યાં છે ત્યારે તમને પણ એમાં રસ છે કે નહીં ત્યારે ગેટસે પ્રત્યુત્તર આપતા જણાવ્યું હતું કે, સ્પેસની વાત કરો છો હજુ તો પૃથ્વી પર જ આપણે ઘણુ બધુ કરવાનું બાકી છે. હાલમાં તો હું મેલેરિયા અને HIV જેવી બીમારીઓને નાબૂદ કરવાના અભિયાનમાં રોકાયેલો છું.

જેના જવાબમાં એલન મસ્ક અને જેફ બેઝોસે પણ સંમતિ દર્શાવતા કહ્યુ છે કે, અમારા ટીકાકારો સાચા છે. પૃથ્વી પર હજી ઘણી સમસ્યા છે અને તેના પર કામ કરવાની જરુર છે પણ સાથે સાથે ભવિષ્ય તરફ પણ જોવાની આવશ્કયતા છે.