Site icon Revoi.in

ઓમિક્રોન સામે યુકે સરકાર એલર્ટ, તાબડતોબ બનાવ્યો આ માસ્ટર પ્લાન

Social Share

નવી દિલ્હી: બ્રિટનમાં ઓમિક્રોન વેરિએન્ટનો ખતરો સતત વધી રહ્યો છે અને વધતા કેસ સામે હવે યુકે સરકારે એક માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. બ્રિટનમાં ઓમિક્રોન વેરિએન્ટના સંક્રમણને રોકવા માટે પ્લાનની ઘોષણા કરતા પીએમ બોરિસ જોનસને કહ્યું હતું કે, બ્રિટનમાં 30 વર્ષ અને તેનાથી વધારે ઉંમરના લોકો માટે કોવિડની રસીનો બૂસ્ટર ડોઝ આપવામાં આવશે.

પીએમ બોરિસ જોનસને માસ્ટર પ્લાન જણાવતા કહ્યું કે, આ મહિનાના અંત સુધીમાં 18 વર્ષ અને તેમનાથી વધારે ઉંમરના લોકો માટે બૂસ્ટર ડોઝ આપવાનો પ્રયાસ કરાશે. જોનસને અગાઉ પણ ચેતવણી આપી હતી કે, ડિસેમ્બરના મધ્ય સુધીમાં ઓમિક્રોનની લહેર આવી રહી છે તેથી એલર્ટ રહેવાની આવશ્યકતા છે. બૂસ્ટર ડોઝથી ઓમિક્રોન વેરિએન્ટના સંક્રમણને રોકી શકાશે.

જોનસને ઉમેર્યું કે દેશમાં રેકોર્ડ સ્તર પર રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવાને સર્વશ્રેષ્ઠ રસીકરણ દિવસના લક્ષ્યને મેળવવુ પડશે. તેમણે કહ્યું હાલ બૂસ્ટર ડોઝ મિશન પર જ ફોકસ છે. પીએમ બોરિસે કહ્યું કે હું સીધો ફ્રન્ટ લાઈન વોરિયર્સને કહું છુ કે હવે તમારી પાસે વધુ એક અસાધારણ પ્રયત્નની આશા છે. બૂસ્ટર ડોઝથી અમે તમારી અને તમારા સહયોગીની રક્ષા કરી શકીએ છીએ. આમ કરીને અમે આગલા વર્ષે રોગિઓના ભારણને ઓછું કરી શકીશું.

આમ બ્રિટનમાં વધતા કેસ સામે સરકારે હવે બ્રિટનના દરેક નાગરિકના રસીકરણ માટેના અભિયાનને વધુ વેગ આપવા માટે કવાયત હાથ ધરી છે. વેક્સિનથી ઓમિક્રોન સામે રક્ષણ મળવા ઉપરાંત તેનો પ્રસાર રોકવામાં પણ મદદ મળશે.