Site icon Revoi.in

Cannes Film Festival 2021: કાલેબ લેન્ડ્રી જોન્સે સર્વશ્રેષ્ઠ એક્ટરનો એવોર્ડ હાંસિલ કર્યો

Social Share

નવી દિલ્હી: શનિવારના રોજ 74માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનાં એવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી હતી. આમાં અમેરિકાનાં કાલેબ લેન્ડ્રી જોન્સે સર્વશ્રેષ્ઠ એક્ટરનો એવોર્ડ જીત્યો હતો. તો બીજી બાજુ નોર્વેની રેનેટ રીન્સવેએ સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો હતો.

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન એક અજીબ ઘટના ઘટી હતી.  જ્યૂરીના અધ્યક્ષ સ્પાઇક લીએ ભૂલથી ટાઇટનને પાલ્મે ડીઓર એવોર્ડનાં વિજેતાનાં રૂપમાં જાહેર કર્યા જે આ ફંકશન સર્વશ્રેષ્ઠ પુરસ્કાર છે. આ સાંભળતા જ સૌ કોઇ દંગ રહી ગયા હતા. પણ બાદમાં તેમને ભૂલ સમજાઇ અને તેમણે તે સુધારી લીધી.

નિર્દેશક પાયલ કાપડિયાની ‘અ નાઇટ ઓફ નોઇંગ નથિંગ’ ને સર્વશ્રેષ્ઠ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ માટે ઓઇલ ડી’ઓર (ગોલ્ડન આઇ) એવોર્ડ મળ્યો હતો. આ સમયે 28 જેટલી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ દર્શાવવામાં આવી હતી. ‘અ નાઇટ ઓફ નોઇંગ નથિંગ’ને ‘ડાયરેક્ટર્સ ફોર્ટનાઇટ’નાં ભાગ રૂપમાં રજૂ કરવામાં આવી હતી.

કોરોનાને કારણે ગત વર્ષે કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો હતો. પાલ્મે ડી’ઓર એવોર્ડ લેનારી અંતિમ ફિલ્મ 2019માં આવેલી બોંગ જૂનની પૈરાસાઇટ હતી. જે બાદ આ એવોર્ડ સર્કિટમાં ધૂમ મચાવી દીધી અને 2020માં એકેડમી પુરસ્કારમાં સર્વશ્રેષ્ઠ ડોક્યુમેન્ટ્રીનો એવોર્ડ મેળવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, સમારંભ દરમિયાન કોરોના ગાઇડલાઇન્સનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. ફેસ્ટિવલમાં ઘણી સુરક્ષા પ્રક્રિયા હતી. જેમાં સ્ક્રીનિંગ દરમિયાન માસ્ક પહેરવું અને ઉપસ્તિથ લોકોએ વારંવાર કોવિડ રેપિડ ટેસ્ટ કર્યો હતો.

Exit mobile version