Site icon Revoi.in

માઉથવોશ માત્ર 30 સેકન્ડમાં મોઢાની અંદર કોરોનાને ખતમ કરી શકે છે: અભ્યાસ

Social Share

વોશિંગ્ટન: કોરોના વાયરસની મહામારીએ સમગ્ર વિશ્વમાં કહેર મચાવ્યો છે ત્યારે કોરોના માટે હજુ સુધી કોઇ નક્કર વેક્સીન નથી આવી ત્યારે સામાન્ય માઉથવોશ કોરોના વાયરસને 30 સેકન્ડમાં જ ખતમ કરી શકે છે. કાર્ડિફ યુનિવર્સિટીના સંશોધકો અનુસાર કેટલાક માઉથવોશમાં એક ખાસ પ્રકારનું એલિમેન્ટ હોય છે જેનાથી કોરોના વાયરસ સામે લડવાના પૂરાવા મળ્યા છે. આ અંગે યુનિવર્સિટીના પ્રોફેસર ડેવિડ થોમસે રિસર્ચ કર્યું હતું, જેમાં જાણવા મળ્યું હતું કે Cetypyridinium chloride જે માઉથવોશમાં હોય છે તે વાયરસ સામે લડી શકે છે.

12 સપ્તાહ સુધી ચાલેલી ટ્રાયલના રિપોર્ટનો હજુ પિયર રિવ્યૂ કરવાનો બાકી છે પરંતુ તેના એક સપ્તાહ પહેલા કરવામાં આવેલા 1 અભ્યાસથી બળ મળ્યું છે જેમાં સામે આવ્યું છે કે, CPC આધારિત માઉથવોશથી કોરોના વાયરસનો લોડ ઓછો થાય છે. આ પ્રારંભિક પરિણામો બાદ ક્લિનિકલ ટ્રાયલ માટે કરવામાં આવ્યા છે, જેમાં તે જોવા મળ્યું છે કે, ઓવર-ધ-કાઉન્ટર મળનાર માઉથવોશમાં પણ Salivaની અંદર રહેલા વાયરસને ખતમ કરવાની તાકાત હોય છે કે નહીં.

આ અંગે ડૉ.થોમસે જણાવ્યું હતું કે, લેબમાં માઉથવોશ વાયરસને અસરકારક રીતે ખતમ કરી દે છે, તે જોવાનું રહેશે કે શું આ દર્દીઓ પર અસરકારક છે કે નહીં. અભ્યાસમાં ટ્રાન્સમિશન સાથે જોડાયેલા સવાલોનો જવાબ મળશે કે કેમ પરંતુ જોવામાં આવશે કે અસર કેટલા સમય સુધી રહે છે.

નોંધનીય છે કે, SARS-CoV-2 ની બહારની સપાટી lipid membrane હોય છે. તો માઉથવોશમાં રહેલ ઇથેનોલ (ethanol) બીજા વાયરસોમાં આ સપાટીને તોડી શકે છે. આ પહેલા SARS અને MERS વિરુદ્ધ આયોડીન યુક્ત માઉથવોશ અસરકારક જોવા મળ્યું હતું. પરંતુ રિસર્ચર્સોનું કહેવું છે કે આ દિશામાં વધુ ક્લિનિકલ અભ્યાસની જરૂર છે અને તેના પરિણામ આગામી વર્ષે આવી શકે છે.

(સંકેત)