Site icon Revoi.in

ચીને બનાવ્યો અસલી સૂર્યથી 10 ગણો શક્તિશાળી સૂર્ય, વિશ્વ થયું સ્તબ્ધ

Social Share

નવી દિલ્હી: ચીનના વૈજ્ઞાનિકોએ કરેલા દાવાથી સમગ્ર વિશ્વ સ્તબ્ધ થઇ ચૂક્યું છે. હકીકતમાં, ચીનના વૈજ્ઞાનિકોએ એવો દાવો કર્યો છે કે ચીન પાસે અસલી સૂર્ય કરતાં પણ 10 ગણો વધારે તાકાત ધરાવતો કૃત્રિમ સૂર્ય છે.

હાલમાં જ ચીનના વૈજ્ઞાનિકોએ કૃત્રિમ સૂર્ય બનાવ્યો હોવાનો દાવો કર્યો છે. એક રિપોર્ટ અનુસાર ચીન દ્વારા તૈયાર કરેલો સૂર્ય વાસ્તવિક સૂર્યની તુલનામાં 10 ગણો વધારે શક્તિશાળી છે. 10 સેકેન્ડમાં કૃત્રિમ સૂર્યનું તાપમાન 16 કરોડ ડિગ્રી સેલ્સિયસની નજીક પહોંચી ગયું હતું. તેનો અર્થ એ છે કે પ્રાકૃતિક સૂર્યની તુલનામાં ગરમી 10 ગણી વધારે હતી. આ તાપમાન 100 સેકેન્ડ સુધી રહ્યું હતું.

શેંજેન સ્થિત દક્ષિણી વિજ્ઞાન અને પ્રાદ્યોગિકી યુનિવર્સિટીના ફિઝિક્સ વિભાગના ડાયરેક્ટર મિયાઓ કહે છે ક થોડા સપ્તાહો સુધી સ્થિર તાપમાન પર અમે પ્રોજેક્ટ સંચાલિત કરીશું. 100 સેકન્ડ સુધી 16 કરોડ ડિગ્રીનું તાપમાન જાળવી રાખવું એ મોટી સફળતા છે.

આપને જણાવી દઇએ કે ચીનના અનહુઇ રાજ્યમાં એક રિએક્ટરમાં આ કૃત્રિમ સૂર્યનું નિર્માણ કરાયું છે. તેમાં ન્યૂક્લિયર સંલયનની મદદ લેવામાં આવી છે. સામાન્યપણે આ ટેકનિક દ્વારા હાઇડ્રોજન બોમ્બ બનાવવામાં આવે છે. તેમાં ગરમ પ્લાઝ્માને ફ્યૂઝ કરવાના સ્ટ્રાંગ મેગ્નેટિક ફિલ્ડનું નિર્માણ કરવામાં આવે છે.

ફ્રાંસમાં પણ ન્યૂક્લિયર ફ્યૂઝન પર કામ કરવામાં આવી રહ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે ફ્રાંસનો પ્રોજેક્ટ 2025માં પૂરો થશે. આ ઉપરાંત કોરિયા પણ કેઅસટીએઆર દ્વારા કૃત્રિમ સૂરજ બનાવવામાં સફળ રહ્યું છે.