Site icon Revoi.in

ચીનના મહત્વાકાંક્ષી ઇકોનોમિક કોરિડોરની ગોકળગાય ગતિથી ચીન પાકિસ્તાન પર ભડક્યું, ચીનના રાજદૂતે પણ પાકિસ્તાનની ઝાટકણી કાઢી

Social Share

નવી દિલ્હી: પાકિસ્તાનને પોતાનું નિકટવર્તી ગણાવતું ચીન હવે પાકિસ્તાન પર જ ભડક્યું છે. હકીકતમાં, ચીનની આ નારાજગી પાછળ ચીનની મહત્વકાંક્ષી બેલ્ટ એન્ડ રોડના ભાગરૂપે બની રહેલા ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર છે.

હકીકતમાં, પાકિસ્તાનમાં આ પ્રોજેક્ટ ગોકળગાય ગતિએ આગળ વધી રહ્યો છે જેને લઇને ચીન અકળાયેલું છે. પાકિસ્તાન સેનેટની એક પેનલે પણ આ પ્રોજેક્ટ પર છેલ્લા ત્રણ વર્ષમાં થયેલી શૂન્ય પ્રગતિને લઇને નારાજગી વ્યક્ત કરી છે. આ પેનલના અધ્યક્ષ સલીમ માંડવીવાલાએ કહ્યું હતું કે, મને ચીનના રાજદૂતે ફરિયાદ કરી છે કે ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરને તમે બરબાદ કરી દીધો છે.

આપને જણાવી દઇએ કે, 60 અબજ ડૉલરના આ પ્રોજેક્ટને પાકિસ્તાન માટે ત્યાંના નેતાઓ પણ લાઇફ લાઇન ગણાવી રહ્યાં છે.

પ્રોજેક્ટમાં મંદ ગતિને ધ્યાનમાં લઇને આ પ્રોજેક્ટ માટેની ઓથોરિટીના પ્રમુખ તરીકે સલીમ બાજવાને હટાવીને ખાલિસ મન્સૂરને મૂકવામાં આવ્યા છે. તેમણે પણ કહ્યું છે કે, ચીનની કંપનીઓ તેમજ સરકાર આ કોરિડોરની કામગીરીની ધીમી ગતિથી ખુશ નથી. હું પોતે ગ્વાદરમા બની રહેલા એરપોર્ટના કામમાં થઇ રહેલા વિલંબથી નાખુશ છું. જો કે તેમણે સેનેટની પેનલને આશ્વાસન આપ્યું છે કે, હવે આ યોજના રિકવરી મોડ પર છે.