Site icon Revoi.in

અમેરિકાની ઓઇલ પાઇપલાઇન કંપની પર સાયબર હુમલો, કામગીરી ઠપ, ભારતમાં વધી શકે ઇંધણની કિંમત

Social Share

નવી દિલ્હી: ટૂંક સમયમાં ભારતમાં ઇંધણ મોંઘુ થઇ શકે છે કારણ કે અમેરિકાની સૌથી મોટી ફ્યૂઅલ પાઇપલાઇન કંપની કોલોનિયલ પર સાયબર હુમલો થયો છે. સાયબર હુમલા બાદ આ કંપનીની સંપૂર્ણ કામગીરી બંધ થઇ ગઇ અને સર્વિસ ફરી શરૂ કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. આ પાઇપલાઇન મારફતે દેશના પૂર્વના કિનારા માટે 45 ટકા ડિઝલ, પેટ્રોલ અને જેટ ફ્યૂઅલની સપ્લાય થાય છે.

ટૂંક સમયમાં ક્રૂડ ઑઇલની કિંમતોમાં 2-3 ટકાનો ઉછાળો આવી શકે છે. જો પાઇપલાઇન સર્વિસ ફરી શરૂ કરવામાં વિલંબ થાય તો સ્થિતિ વધુ વણસી શકે છે. જો મંગળવાર સુધી સ્થિતિ સામાન્ય નહીં થાય તો મોટું સંકટ સર્જાઇ શકે છે. આ સાયબર એટેકની અસરથી ભારતમાં પેટ્રોલ-ડીઝલ વધુ મોંઘા થવાની સાથે સાથે ગેસની કિંમતો પણ વધશે.

નોંધનીય છે કે, આ સાયબર એટેક બાદ આજે ક્રૂડ ઓઇલમાં ઉછાળો આવ્યો છે. આજે બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ વધીને 69.19 ડોલર પ્રતિ બેરલે પહોંચી ગયા હતા. તો ડલ્યૂટીઆઇ ક્રૂડ ઓઇલનો ભાવ 65.19 ડોલર બોલાયો હતો.

(સંકેત)