Site icon Revoi.in

ઇરાકના વડાપ્રધાનની ડ્રોન હુમલાથી હત્યાનો પ્રયાસ, માંડ માંડ બચ્યા

Social Share

નવી દિલ્હી: રવિવારે ઇરાકમાં આત્મઘાતી હુમલો થયો હતો. આ હુમલામાં ચોંકાવનારી વાત એ છે કે તેમાં ઇરાકના વડાપ્રધાન મુસ્તફા અલ-કાદિમીને નિશાન બનાવવામાં આવ્યા હતા. જેમાં પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. જો કે, સદનસીબે અલ-કાદિમી આ હુમલામાં બચી ગયા હતા. હુમલામાં વડાપ્રધાનની હત્યાનો પ્રયાસ કરાયો હતો.

ઇરાકી સૈન્યએ આપેલી માહિતી અનુસાર, બગદાદમાં વડાપ્રધાન અલ-કાદિમીના નિવાસસ્થાન પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ઘણા ખતરનાક વિસ્ફોટકો ભરેલા હતા.

જો કે આ ડ્રોન હુમલાની જવાબદારી હજુ કોઇ સંગઠને સ્વીકારી નથી. હુમલા બાદથી વડાપ્રધાનની સુરક્ષા અને સલામતી વધારી દેવામાં આવ્યા છે. ગુપ્તચર એજન્સીઓને પણ એલર્ટ કરી દેવામાં આવી છે. આ ઘટના બાદ ખુદ વડાપ્રધાન અલ-કાદિમી પોતે ઠીક હોવાની માહિતી આપી હતી.

આ હુમલા બાદ ઇરકાના વડાપ્રધાને નિવેદન આપ્યું હતું કે, હું ઇરાક અને ઇરાકના લોકો માટે એક મહત્વનો માણસ હતો અને છું. વિશ્વાસઘાતની મિસાઇલો મારામં વિશ્વાસ મૂકનારા લોકોને નિરાશ નહીં કરે, અને લોકોની સુરક્ષા જાળવવા માટે અમારા વીર સુરક્ષા દળોની અડગત અને મક્કમતામાં એક વાળ પણ વાંકો કરી શકશે નહીં. કાયદો સ્થાપિત થાય એ માટે હું પ્રયાસરત રહીશ.