Site icon Revoi.in

કોરોનાના નવા વેરિએન્ટ લેમ્બડાનો હાહાકાર, 30 દેશોમાં કરી એન્ટ્રી

Social Share

નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં કોરોનાના અલગ અલગ વેરિએન્ટ હાહાકાર મચાવી રહ્યા છે. ડેલ્ટા વેરિએન્ટની દહેશત બાદ હવે કોરોના વાયરસનો લેમ્બડા વેરિએન્ટ વધુ ખતરનાક સાબિત થઇ રહ્યો છે. મલેશિયાના આરોગ્ય મંત્રાલય અનુસાર છેલ્લા ચાર સપ્તાહમાં 30 થી વધુ દેશોમાં લેમ્બડા વેરિએન્ટના કેસ નોંધાયા છે. લેમ્બડા વેરિએન્ટ સૌ પ્રથમ વાર દક્ષિણ અમેરિકાના દેશ પેરુમાં જોવા મળ્યો હતો.

સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, લેમ્બડા વેરિએન્ટ બ્રિટનમાં પણ દેખાયો છે. આ કારણે સંશોધનકર્તાઓએ ચિંતા છે કે આ વેરિએન્ટ ડેલ્ટા વેરિએન્ટ કરતાં પણ ખતરનાક હોઇ શકે છે. પેરુમાં મે અને જૂન મહિના વચ્ચે લેમ્બડા વેરિએન્ટના કારણે 82 ટકા નવા કોરોનાના કેસ સામે આવ્યા છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને લેમ્બડાને પહેલાથી જ વેરિએન્ટ્સ ઑફ ઇન્ટરેસ્ટ તરીકે નિયુક્ત કરી દીધી છે. આ નિયુક્તિ દક્ષિણ અમેરિકાના દેશોમાં તેના મળી આવવા અંગે કરવામાં આવી છે. લેમ્બડા વેરિએન્ટ ઝડપથી ફેલાય છે અને તે એન્ટિબોડીઝ સામે પણ લડી શકે છે. પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડે પણ લેમ્બડાના મોનિટર કરેલા વેરિએન્ટ્સની યાદીમાં સામેલ કર્યો છે.

PHEના જણાવ્યા અનુસાર બ્રિટનમાં લેમ્બડા વેરિએન્ટના અત્યાર સુધીમાં 6 કેસ નોંધાયા છે. આ તમામ કિસ્સા વિદેશી મુસાફરીને લગતા છે.

Exit mobile version