Site icon Revoi.in

શું પાકિસ્તાન થશે બ્લેક લિસ્ટ? FATF આ મહિને લેશે મહત્વપૂર્ણ નિર્ણય

Social Share

ઇસ્લામાબાદ:  સમગ્ર વિશ્વમાં આતંક ફેલાવનારા આતંકીઓને શરણ આપનારા પાકિસ્તાન માટે મહત્વના સમાચાર છે. હકીકતમાં, ચાલુ મહિનાના અંતે પાકિસ્તાન દ્વારા ટેરર ફંડિગ અને મની લોન્ડરિંગની વિરુદ્વ લેવાયેલા પગલાંઓની સમીક્ષા કરાશે અને ત્યારે પાકિસ્તાનને બ્લેક લિસ્ટ કરવો કે નહીં તે અંગે અંતિમ નિર્ણય લેવાશે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, કોવિડ-19ને કારણે ટળેલ ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સની વર્ચ્યુઅલ મીટિંગ 21-23 ઑક્ટોબરે યોજાનાર છે. આ મીટિંગમાં પાકિસ્તાન અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવાશે કે પાકિસ્તાનને બ્લેક લિસ્ટ કરવો કે નહીં. તેમાં પાકિસ્તાન દ્વારા ઉઠાવેલા મની લોન્ડરિંગ અને ટેરર ફંડિગ વિરુદ્વના પગલાંઓની સમીક્ષા કરાશે.

અર્થાત્, પાકિસ્તાન બ્લેકલિસ્ટમાં સામેલ ના થાય તે માટે દરેક પ્રયાસો કરી રહ્યું છે. તેણે ઑક્ટોબર 2018 અને ફેબ્રુઆરી 2019માં થયેલી સમીક્ષામાં પણ પાકિસ્તાનને રાહત અપાઇ ન હતી. તે સમયે પાકિસ્તાનને ચેતવણી અપાઇ હતી કે જો તે સુધારાત્મક પગલાંઓ લેવામાં નિષ્ફળ નિવડશે તો તેને બ્લેક લિસ્ટ કરવામાં આવશે.

નોંધનીય છે કે આ યાદીમાં સામેલ થવાનો અર્થ એ છે કે વૈશ્વિક નાણાંકીય સંસ્થાઓ જેવી કે IMF અને વર્લ્ડ બેંક પાસેથી કોઇ લોન મેળવી શકશે નહીં. ગ્રે-લિસ્ટમાં મુકાયેલા દેશે અન્ય દેશોની સાથે નાણાંકીય ડીલ કરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડશે.

(સંકેત)