Site icon Revoi.in

ચીનમાં બર્ડ ફ્લૂથી સંક્રમિત થયો માનવ, વિશ્વનો આવો પ્રથમ કિસ્સો

Social Share

નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં ચાલી રહેલી કોરોના મહામારી વચ્ચે હવે એક નવી બીમારી દસ્તક દઇ રહી છે. હકીકતમાં, ચીને કહ્યું છે કે, એક વ્યક્તિને બર્ડ ફ્લૂના સ્ટ્રેઇન H10N3નો ચેપ લાગ્યો છે. આ વિશ્વનો પ્રથમ એવો કિસ્સો છે જેમાં પક્ષીથી વ્યક્તિને બર્ડ ફ્લૂનો ચેપ લાગ્યો હોય.

પૂર્વી જિયાંગસુ પ્રાંતમાં ચેપનો આ કેસ સામે આવ્યો હોવાનું ચીનના રાષ્ટ્રીય આરોગ્ય પંચે જણાવ્યું છે. કોઇ વ્યક્તિને બર્ડ ફ્લૂના H10N3 સ્ટ્રેનથી ચેપ લાગવાનો આ પહેલો કેસ છે. સરકાર સંચાલિત ટીવીના રિપોર્ટ અનુસાર ચેપગ્રસ્ત વ્યક્તિ 41 વર્ષીય છે અને તેની હાલત સ્થિર છે.

આરોગ્ય અધિકારી અનુસાર મનુષ્યમાં ચેપનો આ કેસ વાયરસના ફેલાવાને કારણે પ્રકાશમાં આવ્યો છે. તેનાથી રોગચાળો ફાટી નીકળવાનું જોખમ ખૂબ ઓછું છે.

આ વ્યક્તિ વાયરસના સંપર્કમાં કેવી રીતે આવ્યો તે વિશે વધુ વિગતો આપતા રાષ્ટ્રીય આરોગ્ય આયોગે એક નિવેદનમાં જણાવ્યું છે કે 28 મેના રોજ આ વ્યક્તિને H10N3 એવિયન ઈન્ફલ્યુએન્ઝાથી ચેપ લાગ્યો હતો.

આ પહેલા વિશ્વમાં બર્ડ ફ્લૂનો ચેપ H10N3થી માનવીને ચેપ લાગવાનો કોઇ કેસ નથી. H10N3 બર્ડ ફ્લૂનો નબળો વાયરસ માનવામાં આવે છે અને તેનું વ્યાપક પ્રમાણમાં ફાટી નીકળવાનું જોખમ ઓછું છે. ચીનમાં એવિયન ઇન્ફ્લુએન્ઝાની વિવિધ જાતો જોવા મળે છે.

H5N8 એ ઈન્ફલ્યુએન્ઝાનો પેટા પ્રકાર છે જેને બર્ડ ફ્લૂ વાયરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે H5N8 સ્ટ્રેન મનુષ્ય માટે થોડું જોખમ વધારે છે.