Site icon Revoi.in

ભારત સરકારની 20 સંપત્તિઓ ટાંચમાં લેવા ફ્રાંસની અદાલતે આપ્યો આદેશ, જાણો શું છે સમગ્ર મામલો

Social Share

નવી દિલ્હી: ફ્રાંસની એક અદાલતે મહત્વનો ચુકાદો આપ્યો છે. ફ્રાંસની એક અદાલતે બ્રિટનની કેયર્ન એનર્જી PLCને 1.7 બિલિયન અમેરિકન ડોલરનો દંડ વસૂલવા માટે ફ્રાંસમાં લગભગ 20 ભારતીય સરકારી મિલકતોને જપ્ત કરી લેવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ માહિતી હાલમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. અદાલત દ્વારા 11 જૂને કેયર્ન એનર્જીને ભારત સરકારની મિલકતો જપ્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ ફ્લેટ સામેલ છે.

અગાઉ એક મધ્યસ્થ અદાલત દ્વારા ડિસેમ્બરમાં ભારત સરકારને આદેશ આપવામાં આવ્યો હતો કે તેઓ કેયર્ન એનર્જીને 1.2 કરોડ ડોલરથી વધુ કિંમતનું વ્યાજ અને દંડ ચૂકવે. જો કે, ભારત સરકાર દ્વારા આ આદેશનું પાલન કરવામાં આવ્યું નહીં. ત્યારબાદ કેયર્ન એનર્જી દ્વારા ભારત સરકારની ફ્રાંસમાં રહેલી મિલકત જપ્ત કરીને તે રકમ વસૂલ કરવા માટે વિદેશના ન્યાયાલયમાં અપીલ કરી હતી.

નોંધનીય છે કે, કેયર્ન એનર્જી એક માત્ર એવી કંપની હતી, જેના વિરુદ્વ સરકારે પૂર્વ પ્રભાવથી વ્યાજ વસૂલાત માટેની કાર્યવાહી કરી હતી. અદાલતમાં આ અરજી પર કેસ લાંબો ચાલ્યા બાદ સરકારે વેદાંત લિમિટેડમાં કેયર્નની 5 ટકા ભાગીદારી વેચી નાખી. લગભગ 1140 કરોડ રૂપિયાનો પ્રોફિટ જપ્ત કરવામાં આવ્યો અને 1590 કરોડ રૂપિયાનો ટેક્સ રિફંડ ના કર્યો.