- પાકિસ્તાનમાં સત્તારૂઢ પાર્ટી જ ચોર
- વિદેશથી કરોડો રૂપિયાના ફંડની કરી ચોરી
- ચૂંટણી પંચથી આ માહિતી ગુપ્ત રાખી
નવી દિલ્હી: દેવાના બોજ હેઠળ દબાયેલું પાકિસ્તાન હવે પૈસા મેળવવા માટે દરેક પ્રકારના શક્ય એવા કાવાદાવા કરી રહ્યું છે અને ફંડ પણ ચોરી રહ્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની સત્તારૂઢ પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પાર્ટી દ્વારા ફંડની ચોરીનો બનાવ સામે આવ્યો છે. પાર્ટીએ વિદેશી નાગરિકો તેમજ ફર્મો પાસેથી કથિતપણે કરોડો રૂપિયાનું ફંડ ઉઘરાવ્યું હતું પરંતુ ચૂંટણી પંચને તેનાથી અંધારામાં રાખ્યું હતું.
ખુદ પાકિસ્તાનના જ ચૂંટણી પંચે આ ભાંડો ફોડતા પોતાના સંકલિત રિપોર્ટના હવાલે કહ્યું છે કે, ઇમરાન ખાનની પાર્ટીએ કથિતપણે નાણાકીય વર્ષ 2009-10 અને નાણાકીય વર્ષ 2012-13 દરમિયાન 4 વર્ષના સમયગાળામાં 31.20 કરોડ પાકિસ્તાની રૂપિયાનો ફાળો ગુપ્ત રાખ્યો છે.
અત્રે જણાવવાનું કે, પાકિસ્તાની સમાચાર પત્રના અહેવાલ પ્રમાણે વર્ષ-વાર વિવરણથી જાણવા મળ્યું કે, 14.50 કરોડ કરતા વધારેની રાશિ નાણાકીય વર્ષ 2012-13માં જ ઓછી બતાવાઈ હતી.