Site icon Revoi.in

સંરક્ષણ ક્ષેત્રે સમજૂતિ બાદ હવે રશિયા ભારતને કોરોનાની વેક્સીન પૂરી પાડશે

Social Share

ચીન સાથેના સંબંધોમાં તણાવની વચ્ચે રશિયાએ ભારતને દરેક પક્ષે સમર્થન આપ્યું છે, તે પછી S-400 એન્ટી મિસાઇલ સિસ્ટમ હોય કે પછી AK-47 203 બંદૂકોની ડીલ હોય. આ દરમિયાન રશિયાએ ભારત સાથે વધુ એકવાર મિત્રતા નિભાવી છે. કોરોના વિરુદ્વની જંગમાં બંને દેશોએ સાથે લડવાનો નિર્ણય લીધો છે. હાલમાં જ લૉન્ચ કરવામાં આવેલી રશિયાની કોરોના વેક્સીનની સપ્લાય અને ઉત્પાદનને લઇને ભારત અને રશિયા વચ્ચે અનેક સ્તરે વાતચીત ચાલી રહી છે. ટૂંક સમયમાં જ આ વેક્સીન ભારતને મળી શકે છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, ભારતમાં રશિયાની રાજદૂત નિકોલેય કુશાદેવે જણાવ્યું કે આ વાતચીત અંતિમ ચરણમાં છે અને ટૂંક સમયમાં જ આ વિશે કોઇ મોટી જાહેરાત થઇ શકે છે. રશિયાએ ભારતની સાથે સ્પૂતનિક-Vને લઇને સહયોગ તરીકે શેર કર્યો છે. હાલમાં આ વેક્સીનને કઇ રીતે ઉપયોગમાં લાવી શકાય છે તે અંગે ભારત સરકાર વિચારણા કરી રહી છે.

રશિયામાં યોજાયેલી SEO બેઠકમાં ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે એક રશિયન પ્રતિનિધિમંડળ સાથે વેક્સીનના ભારત આવવા વિશે ચર્ચા થઇ છે. હવે વિદેશ મંત્રી એસ.જયશંકર રશિયાના પ્રવાસ પર જવાના છે અને રશિયા પ્રવાસ દરમિયાન તેઓ વેક્સીનને લઇને રશિયા સાથે વધુ ચર્ચા કરશે. આપને જણાવી દઇએ કે રશિયા આ સપ્તાહથી કોરોના વેક્સીન સ્પૂતનિક-Vને સામાન્ય નાગરિકો માટે ઉપલબ્ધ કરાવવા જઇ રહ્યું છે. આ વેક્સીનને મૉસ્કોના ગામલેયા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે રશિયાના રક્ષા મંત્રાલયની સાથે મળી એડેનોવાયરસને બેઝ બનાવીને તૈયાર કરી છે.

(સંકેત)