Site icon Revoi.in

ડોનાલ્ડ ટ્રમ્પ સહિત અમેરિકાના બીજા 47 અધિકારીઓ વિરુદ્વ ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસ

Social Share

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મુશ્કેલીમાં મૂકાયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિતના 48 અધિકારીઓ સામે ઇન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી છે.

સામાન્યપણે દાઉદ ઇબ્રાહીમ જેવા આંતરરાષ્ટ્રીય સ્તરના ગુનેગારો માટે ઇન્ટરપોલ આવી નોટિસ જારી કરતું હોય છે પરંતુ ગત વર્ષે ઇરાને તેના લશ્કરી અધિકારી કાસિમ સુલેમાનીની હત્યના સંદર્ભમાં ઇન્ટરપોલ પાસે અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ સામે નોટિસ કાઢવાની માંગ કરી હતી. ઇરાનનું માનવું છે કે જનરલ સુલેમાનીની હત્યાનો આદેશ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યો હતો. એ પછી અમેરિકા અને ઇરાન વચ્ચે ગમે ત્યારે યુદ્વ ફાટી નીકળે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.

ઇરાને એવી માંગણી કરી છે કે, ટ્રમ્પ તેમજ બીજા 47 અમેરિકન અધિકારીઓની ધરપકડ કરવામાં આવે. આ એ માટે કરવામાં આવી રહ્યું છે કે, આ લોકોની જનરલ સુલેમાનીની હત્યામાં ભૂમિકા હતી. ઇરાન આ તમામ લોકોને સજા અપાવવા માટે કટિબદ્વ છે.

આપને જણાવી દઇએ કે ઇરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડના વડા તેમજ ટોચના લશ્કરી અધિકારી જનરલ સુલેમાનીની બગદાદમાં એરપોર્ટ પાસે ગત વર્ષે જાન્યુઆરી મહિનામાં હત્યા કરાઇ હતી. અમેરિકા દ્વારા કરાયેલા ડ્રોન હુમલામાં તેનું મોત થયું હતું.

નોંધનીય છે કે, ઈન્ટરપોલે એવા સમયે નોટિસ કાઢી છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પનો પ્રમુખ તરીકેનો કાર્યકાળ 20 જાન્યુઆરીએ સમાપ્ત થઈ રહ્યો છે.કેટલાકનુ માનવુ છે કે, પ્રમુખ તરીકેના તેમના અધિકારો સમાપ્ત થઈ ગયા બાદ આ નોટિસ તેમના માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.

(સંકેત)