Site icon Revoi.in

ઘટસ્ફોટ: ભારતમાં સ્લીપર સેલ-કટ્ટરવાદીઓ તૈયાર કરવાની ફિરાકમાં હતું IS

Social Share

નવી દિલ્હી: આતંકી સંગઠન IS સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યું છે. હવે IS સમગ્ર ભારતમાં સ્લીપર સેલ અને કટ્ટર સમર્થકોની એક ફોજ તૈયાર કરી રહ્યું છે. ISના ધરપકડ કરાયેલા આતંકીઓની પૂછપરછમાં આ ખુલાસો થયો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર આ આતંકીઓ હાલમાં કોઇ મોટા હુમલાની ફિરાકમાં નહોતા, પરંતુ લાંબા ગાળાની યોજના બનાવી રહ્યા હતા. આ આતંકીઓ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની સરહદે સક્રિય આતંકી આકાઓના સંપર્કમાં હતા.

વોઇસ ઓફ હિંદ નામથી એક ઓનલાઇન પત્રિકા બહાર પાડનારા આઇએસના મોડયૂલનો એનઆઇએ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કેસમાં કર્ણાટકના ભટકલથી જુફરી જૌહર દામુદી અને તેના સહિયોગી અમીન જુહૈબની શુક્રવારે ધરપકડ કરવામાં આવી હતી. જુફરી જૌહર દામુદી પોતાની ઓળખ બદલીને અબુ હાજિર અલ બદરીના નામથી સક્રિય હતો.

NIAના એક અધિકાર અનુસાર ધરપકડ કરાયેલા આતંકીઓ પાસેથી કોઇ વિસ્ફોટક સામગ્રી કે હથીયારો નથી મળી આવ્યા. પૂછપરછમાં આતંકીઓએ સ્વીકાર્યું હતું કે તેને ISની પ્રચાર સામગ્રીને સ્થાનિક ભાષામાં છાપીને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા અને પૂરા દેશમાં સ્લીપર સેલ શરૂ કરવાનું કામ મળ્યું હતું.

જુફરી આઇએસની અરબીમાં મોકલેલી પ્રચાર સામગ્રીનું મલયાલમ ભાષામાં અનુવાદ કરતો હતો. અને તેના માધ્યમથી યુવાઓને આઇએસ માટે તૈયાર કરતો હતો. જુફરી અને અમીનની અત્યાર સુધીની પૂછપરછથી સ્પષ્ટ થઇ ગયું કે તેઓ ઇંડિયન મુજાહિદ્દીનની મદદથી પુરા દેશમાં સંગઠન ઉભુ કરવા માગતા હતા.