Site icon Revoi.in

ઇઝરાયેલ પ્રથમ દેશ બન્યો જે રસી લેનારને આપશે ગ્રીન પાસપોર્ટ

Social Share

જેરુસલેમ: ઇઝરાયેલ નાનો દેશ હોવા છત્તાં કઇકને કંઇક નવીનતમ પહેલ કરતું રહે જેને લઇને તે જગજાહેર છે. ઇઝરાયેલે દેશના વિકાસ માટે લીધેલા પગલાં અન્ય દેશો માટે પણ દ્રષ્ટાંતરૂપ છે. હવે ઇઝરાયેલે પોતાના નાગરિકોને ગ્રીન પાસપોર્ટ આપવાની જાહેરાત કરી છે. આવું કરનારો એ વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે.

જે લોકો કોરોનાની રસી લેશે એવા લોકોને અન્ય દેશોની મુલાકાત લેવા માટે આ પ્રકારના પાસપોર્ટ આપવામાં આવશે. આવો પાસપોર્ટ હોય એવા નાગરિકોને અન્ય દેશો આવતાંની સાથે ક્વોરંટાઇન કે આઇસોલેશનમાં ના બેસાડી દે એ હેતુથી આ પાસપોર્ટ તૈયાર કરાયો હતો.

ઇઝરાયેલી મીડિયા રિપોર્ટ્સ અનુસાર અગાઉ જે રેસ્ટોરાંની મુલાકાત પર પ્રતિબંધ હતો ત્યાં પણ ગ્રીન પાસપોર્ટ ધરાવતા લોકો જઇ શકશે અને પોતાની ઇચ્છા થાય તેવી વાનગીઓ ખાઇ શકશે. આવો પાસપોર્ટ મેળવવા ઇચ્છુક નાગરિકોએ રસીના બે ડોઝ ફરજીયાત લેવાના રહેશે.

જો કે આવું કરવા પાછળ ઇઝરાયેલ સરકારનો હેતુ કંઇક બીજો હોવાનો અહેવાલ છે. રિપોર્ટ અનુસાર ઇઝરાયેલાના 75 ટકા નાગરિકો કોરોનાની રસી લેતા ડરે છે કે રસી લઇને કોઇ આડઅસરના ભોગ ના બની જાય. એટલે લોકોને રસી લેવાની પ્રેરણા આપવા માટે આ જાહેરાત કરાઇ હતી.

નોંધનીય છે કે ઇઝરાયેલના આરોગ્ય પ્રધાન યુલી એંડલસ્ટીને કહ્યું હતું કે ગ્રીન પાસપોર્ટની મદદથી આપણા નાગરિકો દુનિયાના ગમે તે દેશની મુલાકાત વાયરસના ટેસ્ટ કરાવ્યા વિના કે ક્વોરંટાઇનના ભય વિના કરી શકશે.

(સંકેત)