Site icon Revoi.in

સત્યા નડેલા હવે બન્યા માઇક્રોસોફ્ટના ચેરમેન, જોન થોમ્પસનની જગ્યા લેશે

Social Share

નવી દિલ્હી: ભારતીય મૂળના અમેરિકન નાગરિક અને માઇક્રોસોફ્ટના CEO સત્ય નડેલા સફળતાના શીખરો સર કરી રહ્યા છે. હવે માઇક્રોસોફ્ટના સત્ય નડેલાને કંપનીના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

વર્ષ 2014માં સત્યા નડેલા માઇક્રોસોફ્ટના ચીફ એક્ઝિક્યૂટીવ ઑફિસર બન્યા હતા. તેમણે સ્ટીવ બાલ્મરની જગ્યા લીધી હતી. હવે નડેલા જોન થોમ્પ્સનની જગ્યા લેશે. થોમ્પસન હવે લીડ ઇન્ડિપેન્ડેન્ટ ડાયરેક્ટર રહેશે. કંપનીએ હાલમાં પ્રતિ શેર 56 સેન્ટ ક્વાર્ટર ડિવિડેન્ડ આપવાનું એલાન કર્યું છે. આ બાદ સત્ય નડેલાએ લિંક્ડઇન, ન્યૂનસ કમ્યુનિકેશન્સ અને જેનીમૈક્સ જેવી અનેક કંપનીઓએ અબજો ડોલરની ભાગીદારીમાં મહત્વની ભૂમિકા અદા કરી છે.

સત્યા નડેલા વિશે

સત્યા નડેલા વિશે વાત કરીએ તો તેમનો જન્મ વર્ષ 1967માં ભારતના હૈદરાબાદમાં થયો હતો. તેમના પિતા એક સરકારી અધિકારી હતા અને મા સંસ્કૃત લેક્ચરર હતા. તેમનો પ્રારંભિક અભ્યાસ હૈદરાબાદ પબ્લિક સ્કૂલથી કર્યા બાદ વર્ષ 1988માં મનિપાલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો અને આ બાદ કમ્પ્યુટર સાયન્સમાં એમએસ કરવા માટે અમેરિકા ગયા હતા. વર્ષ 1996માં ત્યાં તેમણે બૂથ સ્કૂલ ઑફ બિઝનેસમાંથી MBAની ડિગ્રી હાંસિલ કરી હતી.