Site icon Revoi.in

આ રસીથી HIVની આશંકા બાદ નામીબિયાએ રસી પર મૂક્યો પ્રતિબંધ

Social Share

નવી દિલ્હી: નામીબિયાએ મહત્વનો નિર્ણય લીધો છે. નામીબિયાએ રશિયાની કોરોના વેક્સિન સ્પૂતનિક વીના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

થોડાક સમય પહેલા પાડોશી દેશ દક્ષિણ આફ્રિકાએ સ્પૂતનિક વેક્સિનને લઇને ચિંતા વ્યક્ત કરી હતી. જે બાદ નામીબિયાએ આના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. હકીકતમાં એવું માનવામાં આવી રહ્યું છે કે, સ્પૂતનિક વી રસીને લઇને પુરુષોમાં HIV થવાની આશંકા રહેલી છે.

જેમેલિયા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે. સંસ્થાએ કહ્યું કે, નામીબિયાનો નિર્ણય કોઇ સાઇન્ટિફિક એવિડેન્સ અથવા રિસર્ચ પર આધારિત નથી.

દક્ષિણ આફ્રિકન નિયામક SAHPRAએ નિર્ણય કર્યો છે કે પોતાના દેશમાં સ્પૂતનિક વીને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી નહીં આપે. આની પાછળ દવા નિયામકે કહ્યું છે કે, કેટલીક શોધોથી ખબર પડે છે કે સ્પૂતનિક વીમાં મેં એડેનોવાયરસ ટાઇપ 5 વેક્ટર છે. જેના ઉપયોગથી પુરુષોમાં HIV થવાની આશંકા વધી જાય છે.

નામીબિયા સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર તે રશિયાની વેક્સિનના ઉપયોગને બંધ કરવાનો તેમનો નિર્ણય એ ચિંતાના સામે બાદ લેવાયો છે કે સ્પૂતનિક વી લેનારા પુરુષોમાં HIV થવાનું જોખમ વધુ રહેલું છે.