Site icon Revoi.in

VIDEO: નાસાના પર્સવિરન્સ રોવરે કેપ્ચર કર્યો મંગળનો પ્રથમ વીડિયો, તમે પણ જુઓ

Social Share

વોશિંગ્ટન: થોડાક સમય પહેલા મંગળ ગ્રહ પર નાસાનું પર્સવિરન્સ રોવર સફળતાપૂર્વક લેન્ડ થયું હતું. મંગળવારે યુએસ સ્પેસ એજન્સી નાસાએ મંગળના લેટેસ્ટ ફૂટેજનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો પર્સવિરન્સ રોવર દ્વારા મોકલાયો છે. પેરાશૂટની મદદથી રોવરે મંગળની લાલ ધરતી પર ઉતરવાની એક ક્ષણ કેદ કરી લીધી છે. આપને જણાવી દઇએ કે, 4 દિવસ પહેલા 19 ફેબ્રુઆરીએ ધ પર્સેપ્ડ રોવર પૃથ્વી પરથી ટેક ઓફ થયાના સાત મહિના પછી મંગળ પર સફળતાપૂર્વક લેન્ડ થયું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર, રેકોર્ડ 25 કેમેરા સર્વેલન્સવાળા રોવરે મંગળની ધરતીને વિવિધ એંગલ્સથી કવર કરી છે. મંગળના સપાટીનો આવો વીડિયો પ્રથમવાર સામે આવ્યો છે. વીડિયો મુજબ મંગળની સપાટી કઠોર છે. સપાટી પર સમયાંતરે મોટા ખાડાઓ પણ જોઇ શકાય છે.

મંગળ તરફ જોતાં એવું લાગે છે કે જાણે કોઈ રણ છે. જેમ-જેમ રોવર મંગળની સપાટીની નજીક આવે છે, તેના જેટથી નીકળતા પવનને કારણે જમીનની સપાટી પરથી ધૂળ ઉડવાની ચાલુ થાય છે. આ વિડીયો તે સમયનો છે, જ્યારે રોવર સપાટીથી માત્ર 20 મીટર દૂર છે. સપાટી નજીક આવતાની સાથે જ રોવરના આઠ પૈડાં ખુલે છે અને થોડીવારમાં રોવર મંગળની સપાટી પર ઉતરી જાય છે.

મંગળ પર પાણીની શોધ કરશે પર્સવિરન્સ

પર્સવિરન્સ કાર્બન ડાયોક્સાઇડ દ્વારા મંગળ પર ઓક્સિજન બનાવવાનું કામ કરશે અને મંગળ પર પાણીની શોધ કરશે. ઉપરાંત, મંગળ જમીનની નીચે જીવનના સંકેતોનો અભ્યાસ કરશે. સાથે જ મંગળના હવામાન અને વાતાવરણનો પણ અભ્યાસ કરશે.

(સંકેત)