Site icon Revoi.in

કોરોના મુક્ત ન્યૂઝીલેન્ડમાં સૌથી મોટી મ્યુઝિકલ કોન્સર્ટ યોજાઇ, 50,000 લોકોએ ભાગ લીધો

Social Share

નવી દિલ્હી: ભારતમાં હજુ પણ કોરોનાની બીજી લહેરનો પ્રકોપ યથાવત્ છે ત્યારે ન્યૂઝીલેન્ડ અને ઇઝરાયેલ જેવા દેશો કોરોનામુક્ત બન્યા છે. જેના પગલે હવે અહીંયા આ બંને દેશોમાં માસ્ક પહેરવું અનિવાર્ય નથી.

ન્યૂઝીલેન્ડની વાત કરવામાં આવે તો અહીંયા ફરીથી રોજીંદુ જીવન થાળે પડ્યું છે. અહીંયા તાજેતરમાં જ કોરોના કાળની સૌથી મોટી મ્યુઝિકલ કોન્સર્ટ યોજાઇ હતી. આ કોન્સર્ટમાં ન્યૂઝીલેન્ડના 50,000 કરતા વધારે લોકોએ ભાગ લીધો હતો. આ લોકોએ માસ્ક નહોતુ પહેર્યું અને કોઇપણ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવામાં આવ્યું નહોતું.

પ્રાપ્ત વિગતો અનુસાર, ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડના ઇડન પાર્કમાં થયેલી આ ધમાકેદાર કોન્સર્ટમાં ન્યૂઝીલેન્ડના બેંડ સિક્સે પરફોર્મ કર્યું હતું. એવું માનવામાં આવી રહ્યું છે કે, કોરોના મહામારી વચ્ચે અત્યારસુધીની આ સૌથી મોટી કોન્સર્ટ છે.

અગાઉ સ્પેનના બાર્સેલોનામાં કોરોના કાળ દરમિયાન થયેલી કોન્સર્ટમાં 5000 લોકો ભેગા થયા હતા. જો કે આ તમામ લોકોને પણ કોરોના ટેસ્ટ કર્યા બાદ જ કોન્સર્ટ એટેન્ડ કરવાની પરવાનગી આપવામાં આવી હતી.

(સંકેત)