Site icon Revoi.in

કોરોના બાદ હવે ચીનમાં ફેલાયો નવો સ્વાઇન ફિવર, 1000થી વધારે સુઅર સંક્રમિત

Social Share

બીજિંગ: વર્ષ 2020માં કોરોના વાયરસ અને પછી કોરોનાના નવા સ્ટ્રેનનો ખતરો ટળ્યો નથી ત્યાં ચીનમાં એક નવી બીમારી ફેલાઇ રહી છે. આ બીમારીનું નામ સ્વાઇન ફિવર બતાવવામાં આવી રહ્યું છે. સ્વાઇન ફિવરથી ચીનમાં 1000થી વધારે સુઅર સંક્રમિત છે. ચીન વિશ્વના માંસનો સૌથી મોટો વિક્રેતા છે. આવામાં આ બીમારીના ફેલાવાથી મોટા નુકસાનની આશંકા વ્યક્ત કરાઇ છે. સ્વાઇન ફિવર આફ્રિકન સ્વાઇન ફિવરનું નવું રૂપ છે જે ચીનમાં જોવા મળી રહ્યું છે. આ ફિવરે ચીનના સુઅરોને સંક્રમિત કર્યા છે.

રોયટર્સ અનુસાર કંપનીના ચીફ સાયન્સ ઓફિસર યાન ઝિચુને કહ્યું છે કે આફ્રિકન સ્વાઇન ફિવરના સ્ટ્રેનથી સંક્રમિત સુઅરો મરી રહ્યા નથી. આ એ પ્રકારનો ફિવર નથી જે વર્ષ 2018 અને 2019માં ચીનમાં ફેલાયો હતો. કેટલાક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે લાયસન્સ વગરની વેક્સિન સુઅરોમાં લગાવવાના કારણે આ વાયરસ ફેલાયો છે.

સુઅરોમાં આ વાયરસ ફેલાયા પછી ચીનની ઘણી પોર્ક ઉત્પાદક કંપનીઓ દ્વારા સુઅરોને મારવામાં આવ્યા છે. જેથી આ ફિવર બાકી સુઅરોને સંક્રમિત કરી ના શકે. જાણકારોનું કહેવું છે કે સુઅરોમાં નવો સ્ટ્રેન ઝડપથી ફેલાઇ શકે છે.

(સંકેત)