Site icon Revoi.in

PNB કૌંભાડ: મુખ્ય આરોપી નિરવ મોદીને ઝટકો, લંડનની કોર્ટે સાતમી વખત જામીન અરજી ફગાવી

Social Share

પંજાબ નેશનલ બેંક કૌભાંડના મુખ્ય સૂત્રધાર તેમજ મની લોન્ડરિંગ અને અને ફ્રોડના આરોપી નિરવ મોદીને વધુ એક ઝટકો લાગ્યો છે. માર્ચ 2019થી પ્રત્યાર્પણ વોરન્ટના આધારે ધરપકડ કરાયેલા અને હાલમાં લંડનની જેલમાં બંધ ડાયમંડ મર્ચન્ય ભારતીય ભાગેડુ નિરવ મોદી દ્વારા કરવામાં આવેલી નવી જામીન અરજીને બ્રિટનની કોર્ટે વધુ એક વખત ફગાવી છે.

આપને જણાવી દઇએ કે આ વખતની અરજીને નવા પુરાવાના આધારે કરવામાં આવી હતી, પરંતુ વેસ્ટમિન્સટર મેજીસ્ટ્રેટની કોર્ટના ન્યાયાધીશ સેમ્યુઅલ ગુઝ તેમના અગાઉના ઓર્ડરથી વિપરીત ઓર્ડર કરવા સંમંત થયા ન હતા.

બે આબજ ડોલરના પંજાબ નેશનલ બેન્ક કૌભાંડના  મની લોન્ડરિંગ અને ફ્રોડના આરોપીને ભારત પરત મોકલવાના નિર્ણય સામે લડી રહેલા 40 વર્ષના મોદી હાઇકોર્ટ તેમજ મેજીસ્ટ્રેર્ટ કક્ષાએ જામીન માટે આશરે છ વખત પ્રયાસ કર્યો હતો.

જો કે નજરકેદ અને 40 લાખ પાઉન્ડના સીક્યોરિટી બોન્ડ  જેવી સખત શરતો સાથેની  દરેક અરજીને ફગાવી દેવામાં આવી હતી.   લંડનમાં કોર્ટ દ્વારા  સોમવારે ફગાવી દેવામાં આવેલી અરજ અંગે નવી દિલ્હીમાં સીબીઆઇના એક અિધકારીએ કહ્યું હતું કે વાંરવાર કરાતી જામીન અરજીનો ઇનકાર એ સીબીઆઇ, વિદેશ મંત્રાલય અને બ્રિટનની ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ વચ્ચેના શ્રેષ્ઠ સંકલનનું પરિણામ છે.

(સંકેત)