Site icon Revoi.in

આજે 2020TK3 નામનો એસ્ટેરોઇડ પૃથ્વી નજીકથી થશે પસાર

Social Share

વોશિંગ્ટન: અમેરિકાની અવકાશી સંસ્થા નાસા પૃથ્વીની નજીકથી પસાર થનારા લઘુગ્રહ એટલે કે એસ્ટેરોઇડની સંશોધન નોંધ રાખે છે જેમાં અગાઉ પસાર થયેલા કે આગામી સમયમાં આવનારા પીંડની માહિતી રાખે છે. નાસા અનુસાર આગામી 100 વર્ષમાં 22 જેટલા એસ્ટેરોઇડ્ઝ છે જે પૃથ્વીને ટકરાઇ શકે તેવી શક્યતા ધરાવે છે. 17 ઑક્ટોબરના રોજ 2020TK3 નામનો એસ્ટેરોઇડ પૃથ્વી નજીકથી પસાર થશે.

જો કે આ લઘુગ્રહનું અંતર પૃથ્વીથી ચંદ્રમાં જેટલું હશે. લુનાર ડિસ્ટન્સ આમ તો અવકાશમાં વધારે ના ગણાય તેમ છત્તાં આ લઘુગ્રહથી પૃથ્વીને કોઇ નુકસાન થવાની શક્યતા નથી. આ લઘુગ્રહની લંબાઇ માત્ર 11 મીટર જેટલી છે આથી મોનો કે ટકરાય તો પણ વાયુમંડળમાં ઘર્ષણ ઉર્જાથી બળીને ખાખ થઇ જશે. જો કે આનું પૃથ્વીથી નજીકનું અંતર જોતા તેને પૃથ્વી નજીકની શ્રેણીમાં રાખવામાં આવ્યો છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર આ લઘુગ્રહ પૃથ્વી પછી મર્કયૂરી અને વીનસ તરફ જઇને પૃથ્વીના પાછળના ભાગમાં પસાર થશે અને પછી મંગળ ગ્રહ તરફ જતો રહેશે. આ એસ્ટેરોઇડની ગતિ પ્રતિ કલાક 40 કિમીની રહેશે જે માત્ર 1 કલાકમાં જ પૃથ્વી નજીકથી પસાર થઇને આગળ નીકળી જશે.

મહત્વનું છે કે, આમ તો એક ખગોળીય ઘટના છે જે સદીઓથી બનતી આવે છે પરંતુ લાખો વર્ષ પહેલા પૃથ્વી પર રહેતા ડાયનાસોરનું નિકંદન પૃથ્વી સાથે લઘુગ્રહ ટકરાવાથી થયું હતું એવી થિયેરી પછી લઘુગ્રહ અંગેના સંશોધન અને ભ્રમણમાં સામાન્ય માનવીઓનો પણ રસ વધ્યો છે.લઘુગ્રહ કોઇ મોટા ગ્રહની જ ચટ્ટાન હોય છે જે સોલારને ભ્રમણ કરે છે. સોલાર સિસ્ટમમાં વધારે સંખ્યામાં લઘુગ્રહ મંગળ,ગુરુ અને જુપીટરના ભ્રમણ કક્ષાવાળા બેલ્ટમાં જોવા મળે છે.

(સંકેત)