Site icon Revoi.in

નાપાક પાકિસ્તાન તાલિબાન સાથે છે સંપર્કમાં, પાક.ના ટોચના સૈન્ય અધિકારીએ કર્યો આ દાવો

Social Share

નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા બાદ પાકિસ્તાન સૌથી વધુ ખુશ છે. પાકિસ્તાન તાલિબાનને હંમેશા સમર્થન આપે છે. પાકિસ્તાનના એક ટોચના લશ્કરી અધિકારીએ ઘટસ્ફોટ કર્યો છે કે, તેમને દેશ અફઘાન તાલિબાન સાથે સતત સંપર્કમાં છે.

સેનાના પ્રવક્તા મેજર જનરલ બાબર ઇફ્તિખારે કહ્યું કે તાલિબાને અનેક પ્રસંગો પર પુનરાવર્તન કર્યું છે કે કોઇ પણ જૂથ અથવા આતંકી સંગઠનને પાકિસ્તાન સહિત કોઇપણ દેશ સામે કોઇપણ આતંકી પ્રવૃત્તિ માટે અફઘાન ભૂમિનો ઉપયોગ કરવાની મંજૂરી નથી.

અમારી પાસે તેમના ઇરાદા પર શંકા કરવાનું કોઇ કારણ નથી અને તેથી અમે અમારા રાષ્ટ્રીય હિતોની રક્ષા માટે તેમની સાથે સતત સંપર્કમાં છીએ તેવું સેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું.

અફઘાનિસ્તાનમાં આતંકવાદી જૂથ છે. સમાચારમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાની અધિકારીઓ અને અફઘાન તાલિબાન વચ્ચે સરહદ પાર કરીને ખબરમાં કહેવામાં આવ્યું છે કે અવાંછિત તત્વોએ સરહદ પાર કરીને પાકિસ્તાનમાં પ્રવેશ કરવાથી રોકવા માટે નવા સીમા નિયંત્રણ ઉપાયોથી લઈને પાકિસ્તાની અધિકારી અને અફઘાન તાલિબાન વચ્ચે બેઠક થઈ હતી.

અફઘાનિસ્તાનમાં તાલિબાનોના કબ્જા બાદ પાકિસ્તાનમાં ટીટીપી હુમલામાં વધારો થયો છે. જો કે પાકિસ્તાની અધિકારીઓ માટે આ અફઘાન તાલિબાનને જવાબદાર ઠેરવવા તૈયાર નથી.

ઈફ્તિખારે કહ્યું ‘તમામ મુશ્કેલીઓ છતાં પાકિસ્તાને સરહદ પર 90 ટકા ફેન્સીંગનું કામ પૂર્ણ કર્યું છે. બોર્ડર મેનેજમેન્ટમાં સતત સુધારો થઈ રહ્યો છે અને અમે અપેક્ષા રાખીએ છીએ કે નજીકના ભવિષ્યમાં તે સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે. તાલિબાને 6 સપ્ટેમ્બરના રોજ પંજશીર પ્રાંતમાં પણ જીતનો દાવો કર્યો હતો, જ્યાં હરીફ દળો તેની સામે લડી રહ્યા હતા.

અફઘાનિસ્તાનમાંથી અમેરિકાના નેતૃત્વ હેઠળના દળોને પાછો ખેંચવાની પૃષ્ઠભૂમિમાં દેશના મહત્વના શહેરોનો કબજો લીધા બાદ તાલિબાને 15 ઓગસ્ટના રોજ રાજધાની કાબુલ પર પણ કબજો કર્યો હતો. તાલિબાને 6 સપ્ટેમ્બરના રોજ પંજશીર પ્રાંતમાં પણ જીતનો દાવો કર્યો હતો, જ્યાં હરીફ દળો તેની સામે લડી રહ્યા હતા.