Site icon Revoi.in

અફઘાનિસ્તાનમાં તાલિબાનો સક્રિય થયા બાદ પાક. પીએમ ઇમરાન ખાનનું નિવેદન, ભારતને સૌથી મોટું લૂઝર ગણાવ્યું

Social Share

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાંથી અમેરિન સૈન્યની વાપસી બાદ હવે તાલિબાનોનું જોર ફરીથી વધી રહ્યું છે અને હવે આ વચ્ચે પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને ભારતની વિરુદ્વ ફરીથી ઝેર ઓક્યું છે.

ઇમરાન ખાને તાલિબાન શાસન તરફ ઇશારો કરતા કહ્યું હતું કે, આ વિસ્તારોમાં હવે બહુ ગંભીર ફેરફાર થવા જઇ રહ્યા છે અને તેમાં ભારત સૌથી મોટું લુઝર સાબિત થવા જઇ રહ્યું છે. અફઘાનિસ્તાનમાં જે રીતે ફેરફાર થવા જઇ રહ્યાં છે તેનાથી અમેરિકાને પણ નુકસાન થવાની શક્યતા છે.

ગ્વાદરના પ્રવાસે જનારા ઇમરાન ખાને કહ્યું કે, ભારત અફઘાનિસ્તાનમાં સૌથી મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ભારતે અફઘાનિસ્તાનમાં અરબો ડોલરનું રોકાણ કર્યું છે. અફઘાનિસ્તાન એક એવો દેશ છે જ્યાં જટિલતા ખૂબ જ વધુ છે. ઇમરાન ખાને આરોપ પણ લગાવ્યો છે કે ભારત આતંકવાદમાં સામેલ છે. ભારત અને તાલિબાનીઓની વચ્ચેની વાતચીતથી પાકિસ્તાન અકળાયેલું છે.

તાલિબાન દ્વારા અફઘાનિસ્તાનના ફેરફારથી ઇમરાન ભલે ઉછળી રહ્યા હોય પરંતુ તાલિબાની પ્રવક્તાએ ભારતના પક્ષમાં સકારાત્મક નિવેદન આપ્યું છે. તાલિબાને કહ્યું કે, પાડોશી દેશ ભારતના ક્ષેત્ર અને અન્ય દેશોની સાથે શાંતિપૂર્ણ રીતે રહેવામાં વિશ્વાસ રાખે છે. તાલિબાને કહ્યું કે, કોઇપણ દેશ પોતાના પાડોશી દેશને બદલી ના શકે.

તાલિબાની પ્રવક્ત સુહૈલ શાહીને ગત દિવસોમાં કહ્યું હતું કે, અમે નિશ્વિત રૂપે આ વાસ્તવિકતાને સ્વીકારવી જોઇએ અને શાંતિપૂર્ણ સહ અસ્તિત્વની સાથે રહેવું જોઇએ. આ સર્વેના હિતમાં છે.