Site icon Revoi.in

પાકિસ્તાનમાં દુષ્કર્મ વિરોધી અધ્યાદેશ મંજૂર, હવે દોષિતોને નપુંસક બનાવવામાં આવશે

Social Share

ઇસ્લામાબાદ: પાકિસ્તાનની સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ નવા દુષ્કર્મ વિરોધી અધ્યાદેશને મંગળવારે મંજૂરી આપી હતી. નવી જોગવાઇઓ મુજબ દુષ્કર્મના દોષિતોને દવા આપીને નપુંસક બનાવી દેવામાં આવશે. એન્ટિ રેપ ઓર્ડિનન્સ-2020 હેઠળ સમગ્ર દેશમાં આવા મામલાઓની સુનાવણી અને તપાસ માટે સિસ્ટમ બનાવવામાં આવશે. કોર્ટોએ દુષ્કર્મના મામલાની ઝડપી ટ્રાયલ કરવી પડશે. સમગ્ર દેશમાં સ્પેશિયલ કોર્ટ બનાવાશે જેથી દુષ્કર્મ પીડિતના મામલાની ઝડપથી સુનાવણી થઇ શકે.

મહત્વનું છે કે, નવો કાયદો મોટર-વે ગેંગરપે બાદ જોવા મળેલા આક્રોશને કારણે લાવવામાં આવ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં કેટલાક લોકોએ બાળકોની સાથે જઇ રહેલી એક વિદેશ મહિલા સાથે કથિતપણે દુષ્કર્મ આચર્યું હતું. તેમની કાર હાઇવે પર ખરાબ થઇ ગઇ હતી જેનો ફાયદો ઉઠાવીને લોકોને બાળકોની સાથે જ માતા સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાદ પીએમ ઇમરાન ખાને જાહેરાત કરી હતી કે સરકાર એન્ટિ રેપ ઓર્ડિનન્સ લાવશે. પ્રથમવાર બનશે કે જ્યારે વારંવાર દુષ્કર્મના અપરાધ કરનારા દોષિતને નપુંસક બનાવી દેવામાં આવશે.

તેમાં નેશનલ ડેટાબેઝ એન્ડ રજિસ્ટ્રેશન ઓથોરિટીના માધ્યમથી યૌન અપરાધઓની દેશભરમાં યાદી તૈયાર કરવામાં આવશે. એન્ટી રેપ ક્રાઇસીસ સેલ બનાવવામાં આવશે જે ઘટનાના 6 કલાકની અંદર પીડિતની મેડિકલ તપાસ માટે જવાબદાર હશે. હવે પાકિસ્તાનમાં પણ દુષ્કર્મ પીડિતની ઓળખ જાહેર નહીં કરવામાં આવી શકે અને આવું કરનારા સામે દંડનીય અપરાધ ઘોષિત કરવામાં આવશે. સતત યૌન અપરાધ કરનારાને નોટિફાઇડ બોર્ડની સલાહ પર કેમિકલની મદદથી નપુંસક બનાવી દેવામાં આવશે.

આ ઉપરાંત મામલાની તપાસમાં બેદરકારી દાખવનારા પોલીસ અને સરકારી અધિકારીઓને દંડની સાથે ત્રણ વર્ષની જેલ થશે. આ ઉપરાંત ખોટી જાણકારી આપનારા પોલીસ અને સરકારી અધિકારીઓને પણ સજા આપવાની જોગવાઇ છે.

(સંકેત)