Site icon Revoi.in

પાકિસ્તાનની આર્થિક સ્થિતિ કથળી, વિદેશી રોકાણ 30% ઘટીને 35.6 અબજ ડૉલર

Social Share

નવી દિલ્હી: પાકિસ્તાન પહેલાથી જ દેવાના બોજ હેઠળ દબાયેલું છે ત્યારે હવે તાલિબાનને મદદ કરવાને કારણે પાકિસ્તાનની હાલત વધુ ખસ્તા થઇ છે. છેલ્લા ઘણા વર્ષોથી પાકિસ્તાનમાં સીધુ વિદેશી મૂડીરોકાણ સતત ઘટી રહ્યું છે. જુલાઇ મહિનામાં પાકિસ્તાનમાં ગત વર્ષની તુલનામાં આ વર્ષે વિદેશી રોકાણમાં 39 ટકાનો એટલે કે 1.85 અબજ ડૉલરનો ઘટાડો જોવા મળ્યો છે.

સ્ટેટ બેંક ઑફ પાકિસ્તાન અનુસાર ગત 4 વર્ષના ડેટા મુજબ પાકિસ્તાનમાં FDI સતત ઘટી રહી છે. આંકડા પર નજર કરીએ તો વર્ષ 2016માં પાકિસ્તાનનો FDI સ્ટોક 41.9 બિલિયન ડૉલર હતો. જે વર્ષ 2020માં ઝડપથી ઘટીને 35.6 બિલિયન ડૉલર જેટલો રહી ગયો. હવે અફઘાન કટોકટીની સીધી અસર જોવા મળી રહી છે.

તે ઉપરાંત પાકિસ્તાન વ્યાપાર ખાધનો પણ સામનો કરી રહ્યું છે, જુલાઇમાં પાકિસ્તાનની વેપાર ખાધ 3.058 બિલિયન ડોલર હતી.

નોંધનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન દેવાના ડુંગર હેઠળ દબાયેલું છે. આતંકીઓને શરણ આપતું પાકિસ્તાન આર્થિક રીતે પાયમાલી તરફ સતત વધી રહ્યું છે.