Site icon Revoi.in

પીએમ મોદીની કાશ્મીરી નેતાઓ સાથે બેઠક પહેલા પાકિસ્તાનના વિદેશમંત્રીએ આપ્યું આ નિવેદન

Social Share

નવી દિલ્હી: પીએમ મોદીની કાશ્મીરી નેતાઓ સાથે આજે એક મહત્વની બેઠક યોજાશે. આ મુલાકાતને લઇને પાડોશી દેશ પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. પાકિસ્તાને હવે અકળાઇને એવી ધમકી આપી છે કે, કાશ્મીર ખીણને વહેંચવાની અને તેની જનસંખ્યાની સ્થિતિ બદલવાના ભારતના કોઇપણ પગલાંનો તે વિરોધ કરશે.

કેન્દ્ર સરકારે જમ્મૂ કાશ્મીરના 14 નેતાઓને પીએમની અધ્યક્ષતામાં થનારી એક ઉચ્ચ સ્તરની બેઠકમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું છે. આ જ સમયે પાકિસ્તાનનું આ નિવેદન સામે આવ્યું છે. આ બેઠકમાં કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી કરાવવાનું માળખું તૈયાર કરવામાં આવશે.

આ અંગે પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશીએ કહ્યું હતું કે, પાકિસ્તાને ભારતના 5 ઑગસ્ટ 2019ના રોજ લેવાયેલા પગલાંનો સંપૂર્ણ રીતે વિરોધ કર્યો છે અને આ મામલાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સહિત તમામ આંતરરાષ્ટ્રીય મંચો પર ઉઠાવ્યો છે. પાકિસ્તાન ભારતના એવા કોઇપણ પગલાંનો વિરોધ કરવાનો સંકલ્પ લે છે કે જે વિસ્તારની જનસંખ્યાની સ્થિતિને બદલવા માટે જમ્મૂ કાશ્મીરને વિભાજીત કરનારું હોય.