Site icon Revoi.in

VIDEO: અમેરિકાના કેલિફોર્નિયામાં પ્લેન દુર્ઘટનાગ્રસ્ત: બે લોકોના મોતની આશંકા

Social Share

નવી દિલ્હી: અમેરિકાના કેલિફોર્નિયામાં એક દુર્ઘટના ઘટી હતી. અહીંયા એક રહેણાંક વિસ્તારમાં અચાનકથી પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. તેના કારણે ભાગદોડ મચી ગઇ હતી. આ મોટી દુર્ઘટનામાં 2 લોકોનાં મોત થયા હોવાની આશંકા છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, કેલિફોર્નિયામાં આવેલા રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું હતું. પ્લેન ક્રેશ થવાને કારણે તે વિસ્તારમાં આવેલી સ્કૂલમાં પણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં અત્યારસુધીમાં બે લોકોના મોતની આશંકા સેવાઇ રહી છે.

હાલમાં સોશિયલ મીડિયા પર ઘર પર પ્લેન પડવાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે સ્થાનિક વિસ્તારમાં ઘર પર પ્લેન ક્રેશ થયું છે. કેલિફોર્નિયાના સૈંટાના હાઇસ્કૂલ પાસે ઘટી છે. જે લોસ એન્જિલસના સૈંટી નેબરહુડ પાસેજ આવેલું છે. ઘટનાને કારણે આસપાસના વિસ્તારોમાં ભાગદોડ મચી ઉઠી હતી.

 

Exit mobile version