Site icon Revoi.in

રાફેલ સમજૂતિમાં દસોલ્ટે ભારતીય વચેટિયાને 1 મિલિયન યુરો ગિફ્ટમાં આપ્યા હતા: ફ્રેન્ચ રિપોર્ટ

Social Share

નવી દિલ્હી: ભારત અને ફ્રાંસ વચ્ચે વર્ષ 2016-17ના વર્ષમાં થયેલા રાફેલ યુદ્વ વિમાનોના સોદામાં ભ્રષ્ટાચાર ફરી ચર્ચામાં આવ્યો છે. ફ્રાંસના એક પબ્લિકેશનના દાવા અનુસાર રાફેલ બનાવનારી ફ્રાંસની કંપની દસોલ્ટે ભારતમાં એક વચેટિયાને એક મિલિયન યુરો ગિફ્ટ તરીકે આપવા પડ્યા હતા. ફ્રાંસીસી મીડિયાએ કરેલા આ દાવા બાદ ફરી એક વખત બંને દેશમાં રાફેલ ડીલને લઇને સવાલ થઇ રહ્યા છે.

ફ્રાંસના પબ્લિકેશન મીડિયા રિપોર્ટના દાવા પ્રમાણે વર્ષ 2016માં જ્યારે ભારત અને ફ્રાંસ વચ્ચે રાફેલ સમજૂતિ થઇ હતી ત્યારે દસોલ્ટે ભારતના એક વચેટિયાને આ રકમ આપી હતી. વર્ષ 2017ના વર્ષમાં દસોલ્ટ ગ્રૂપના એકાઉન્ટમાંથી 5,08,925 યુરો ગિફ્ટ ટુ ક્લાયન્ટ્સ તરીકે ટ્રાન્સફર થયા હતા.

ફ્રાન્સની એન્ટી કરપ્શન એજન્સીએ દસોલ્ટના ખાતાઓનું ઑડિટ કર્યું તે સમયે આ અંગેનો ખુલાસો થયો હતો. આ અંગેનો ખુલાસો થયા બાદ રાફેલે તે પૈસાનો ઉપયોગ રાફેલ યુદ્વિ વિમાનના 50 મોટા મોડલ બનાવવામાં થયો હોવાનો દાવો કર્યો હતો પરંતુ એવા કોઇ મોડલ બન્યા જ નહોતા.

(સંકેત)