Site icon Revoi.in

પંજશીર પર તાલિબાને કબ્જાની જાહેરાત કરી, જો કે NRFએ આ દાવો ફગાવ્યો

Social Share

નવી દિલ્હી: આતંકી સંગઠન તાલિબાને પંજશીર પર હવે કબ્જો જમાવી લીધો છે. તાલિબાને જ આ  જાહેરાત કરી છે. તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લા મુજાહિદે દાવો કર્યો છે કે તેઓએ પંજશીરના અંતિમ ગઢ પણ જીતી લીધો છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, તાલિબાને પંજશીરની તસવીર જાહેર કરી છે જેમાં તાલિબાની ઝંડો ફરકતો જોવા મળે છે. બીજી બાજુ તાલિબાની કમાન્ડર પંજશીરમાં હાજર છે અને પાછળ દીવાલ પર અહમદ શાહ મસૂદની તસવીર છે.

તાલિહાનના પ્રવક્તા ઝબીઉલ્લા મુજાહિદે કહ્યું કે અલ્લાહની મદદ અને અમારા લોકોના સમર્થનથી પંજશીર પણ ઈસ્લામિક અમીરાતના નિયંત્રણ હેઠળ આવી ગયું છે. પંજશીરમાં વિદ્રોહી હાર્યા છે અને બાકીના ભાગી ગયા છે. પંજશીરમાં દબાવાયેલા અને સન્માનિત લોકોને છોડી મૂકવામાં આવ્યા છે.

ઝબીઉલ્લાએ કહ્યું કે હું ખાતરી અપાવું છું કે પંજશીરના લોકો સાથે કોઈ પણ પ્રકારે ભેદભાવ નહીં થાય. તમે બધા અમારા ભાઈઓ છો અને આપણે બધા મળીને એક લક્ષ્ય માટે દેશની સેવા કરીશું.

બીજી તરફ નેશનલ રેઝિસ્ટન્સ ફોર્સે તાલિબાનના આ દાવાને ફગાવ્યો છે. NRF અનુસાર તાલિબાનનો પંજશીર પર કબ્જાનો દાવો ખોટો છે. NRFના જવાનો સમગ્ર ઘાટીમાં મહત્વની જગ્યાઓ પર હાજર છે અને જંગ ચાલુ છે.